News Updates
GUJARAT

Aravalli:પરિવારને કાળ ભેટ્યો શામળાજીથી દર્શન કરી પરત ફરતા:અમદાવાદ-ઉદયપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત; નાની બાળકી સહિત ચારના મોત

Spread the love

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી, જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો ને કારમાં સવાર એક જ પરિવારના ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ તેમજ એક બાળકીનો સમાવેશ થાય છે. ટિંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે.

મોડાસા પાસે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓ કપડવંજ તાલુકાના દંતાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. શામળાજી દર્શન કરી પરત ફરતાં મોડાસા પાસે કાર પુલ ઉપરથી નીચે ખાબકતાં નાની બાળકી સહિત ચાર લોકોના મોત નીપજ્યાં હતા. આ બનાવ મામલે ગામના અગ્રણી અને પૂર્વ મહિલા સરપંચના પતિ હરેન્દ્રભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, માહિતી સાચી છે અમારા ગામના આગેવાનો હાલ બનાવ સ્થળે જવા રવાના થયા છે. શામળાજીથી પરત આવતા આ અકસ્માત સર્જાયો હોવાનું તેમણે જણાવ્યું છે.


Spread the love

Related posts

વેરાવળ શહેરમાં બનતા ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની માંગ માટે લાંબી કાગળની કાયૅવાહી બાદ સુખદ નિરાકરણ

Team News Updates

GUJARAT:આગાહી  અંબાલાલ પટેલની રાજ્યમાં આંધી- વંટોળ સાથે વરસાદની થશે શરૂઆત

Team News Updates

KHODALDHAM નવરાત્રી મહોત્સવ: હજારો ખેલૈયાઓના આનંદનું સરનામું

Team News Updates