News Updates
GUJARAT

GUJARAT:આગાહી  અંબાલાલ પટેલની રાજ્યમાં આંધી- વંટોળ સાથે વરસાદની થશે શરૂઆત

Spread the love

અસહ્ય ગરમી વચ્ચે હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં ક્યાં ક્યાં ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ થશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડશે અને રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડશે. રાજ્યના ઘણા ભાગમાં આંધી અને વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે. જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત ભરૂચના જંબુસર. પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના છે.

આ તરફ હવામાન વિભાગે પણ ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે. આજથી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.


Spread the love

Related posts

અહીં આપવામાં આવે છે પાકને ઈલેક્ટ્રીક શોક, કારણ જાણીને તમને નવાઈ લાગશે

Team News Updates

વડોદરા ખંડેરાવ માર્કેટ પાસે ભરાતા ફૂલ બજારમાં દબાણ શાખાનો સપાટો, ફૂલો ભરેલા 16 ટેમ્પો કબજે કર્યા

Team News Updates

Generic Medicine:ડોક્ટરો શા માટે નથી લખી આપતા જેનરિક દવા? શું જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે

Team News Updates