ગિરનાર પર્વત પર ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાતા રોપે- વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી ભારે પવનના કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. 50 કિ.મી થી વધુની ગતિએ હાલ ગિરનાર પર્વત પર પવન ફૂંકાઈ રહ્યો છે.
ગિરનાર પર્વત પર માં અંબા, ગુરુદત્તાત્રે અને જૈન દેરાસરો આવેલા છે જ્યાં હજારો યાત્રાળુ દર્શને આવે છે. ગિરનાર પર્વત પર જવા માટે લોકો રોપ-વેનું ઓનલાઈન બુકિંગ કરાવતા હોય છે, પરંતુ આજે અચાનક જ ભારે પવન ફૂંકાતા રોપ વે બંધ હોવાના કારણે અહીં આવનાર પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
જૂનાગઢ નજીક ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે જ્યાં રોજની હજારોની સંખ્યામાં યાત્રાળુઓ મુલાકાત લેતા હોય છે ત્યારે અતિ આધુનિક રોપ વે શરૂ થતા ગિરનાર પર્વત પર જવું સહેલું બન્યું છે. રોપે વે મારફત લોકો માં અંબા, ગુરુ દત્તાત્રેય,અને જૈન દેરાસરોના દર્શને જાય છે. ત્યારે ઉનાળો હોવાથી લોકો સીડીના બદલે રોપવે મારફત ગિરનાર પર્વત પર દર્શને વધુ જતા હોય છે પરંતું આજે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ સેવા બંધ કરવામાં આવી છે. જેના કારણે યાત્રાળુને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.