News Updates
JUNAGADH

અકસ્માતની ઘટના CCTVમાં કેદ:જૂનાગઢના કેશોદમાં એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળી, મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત

Spread the love

જૂનાગઢના કેશોદમાં ગુરુવારે એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળતા મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનરા ક્રેઈનના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોસ્ટ ઓફિસ નજીકનો બનાવ
કેશોદના સોંદરડા ગામમાં રહેતા રત્નકલાકાર મહિલા પ્રવિણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે જ કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેઈનના ચાલકે અડફેટે લેતા પ્રવિણાબહેન પડી ગયા હતા અને ક્રેઈનના તોતિંગ વ્હિલ તેના પર ફરી વળતા પ્રવિણાબહેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, રસ્તાની એક બાજુ રખડતા ઢોરનો અડિંગો છે અને બીજી તરફ અડધા રસ્તા સુધી વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચેથી પસાર થઈ રહેલી એક ક્રેઈનના ચાલકે બાજુમાં જઈ રહેલા એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારતા પડી ગયા હતા અને તુરંત જ મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હતા.મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેઈનના ચાલક સાથે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અઠવાડિયા પૂર્વે આ પ્રકારનો જ અકસ્માત ગાંધીનગરમાં સર્જાયો હતો
જૂનાગઢના કેશોદમાં જે રીતે અકસ્માત સર્જાયો તેવો જ અકસ્માત અઠવાડિયા પૂર્વે ગાંધીનગરના કુડાસણની કાનમ રેસિડેન્સી પાસે સર્જાયો હતો. જેમાં અજાણી કારના ચાલકે અડફેટે લેતા એક્ટિવા સવાર માતાની નજર સામે જ ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું.


Spread the love

Related posts

સાઇકલ ચલાવવા પ્રેરીત કરતો સાઇકલ યાત્રી:સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનોખો સાઇકલ યાત્રી પહોંચ્યો; ભારતના ગામો ગામ સાઇકલ લઈ પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે

Team News Updates

Junagadh:ટ્રક ડ્રાઇવરે રૂપિયાની લાલચ આપી મનોદિવ્યાંગ સગીરાને દુષ્કર્મ આચાર્યુ,પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

Team News Updates

JUNAGADH: રોપ-વે બંધ ગીરનાર પર ભારે પવન ફૂંકાતા ,ઓનલાઇન ટિકિટ બુક કરનાર પ્રવાસીઓ હેરાન પરેશાન

Team News Updates