News Updates
INTERNATIONAL

જીવ જોખમમાં મૂકીને અમેરિકામાં ઘૂસી રહ્યા છે ચીની નાગરિકો:US-મેક્સિકો બોર્ડર પર 5 મહિનામાં 6500 લોકોની ધરપકડ, જિનપિંગનું ચીનનું સપનું નિષ્ફળ

Spread the love

ચીનમાંથી હજારો લોકો રોજગાર અને સ્વતંત્રતાની શોધમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ મુજબ- ઓક્ટોબર 2022થી માર્ચ 2023 વચ્ચે યુએસ-મેક્સિકો બોર્ડર પર 6,500 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ આંકડો એક વર્ષ પહેલા (ઓક્ટોબર 2021થી માર્ચ 2022) કરતા 15 ગણો વધારે છે.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ચીનાઓ લેટિન અમેરિકન દેશોનો માર્ગ અપનાવે છે. આ દેશોમાં તેમની સાથે બળાત્કાર, લૂંટ અને હત્યાની અગણિત ઘટનાઓ બની છે. ચીનની શી જિનપિંગ સરકાર ભલે ‘ચાઈનીઝ ડ્રીમ’નો દાવો કરે, પરંતુ અહીંના લોકો દરેક કિંમતે દેશથી ભાગવા માંગે છે.

‘ચીની નાગરિકોનું અમેરિકન ડ્રીમ’

  • તાજેતરમાં અમેરિકન મીડિયા હાઉસ ‘ફોક્સ ન્યૂઝ’ અને ન્યૂઝ એજન્સી રોયટર્સે ચીની નાગરિકોના અમેરિકન સપના પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેના વીડિયો વર્ઝનમાં, ચીની મૂળના અમેરિકન વિદ્વાનોએ કહ્યું – અમેરિકનોને લાગે છે કે તેમના માટે અમેરિકન સ્વપ્ન સમાપ્ત થઈ ગયું છે. તેમને લાગે છે કે અમેરિકા હવે મહાસત્તા અને સપનાનો દેશ નથી રહ્યો, પરંતુ ચીનના લોકોનું અમેરિકન ડ્રીમ જીવંત છે અને દિનપ્રતિદિન મજબૂત થઈ રહ્યું છે.
  • જો આપણે ચાઈનીઝ માઈગ્રન્ટ્સનો ડેટા જોઈએ તો વિદ્વાનોની વાત સાચી સાબિત થાય છે. ઓક્ટોબર 2022થી માર્ચ 2023 વચ્ચે, 6,500 ચીની નાગરિકોની એકલા યુએસ-મેક્સિકો બોર્ડર પર ધરપકડ કરવામાં આવી હતી. 2021-22માં સમાન સમયગાળા દરમિયાન આ આંકડો 15 ગણો ઓછો હતો.
  • આ જ વિદ્વાન આગળ કહે છે- જો આપણે આ ડેટાના આધારે વાત કરીએ તો તે ચીનની શી જિનપિંગ સરકારના મોઢા પર થપ્પડ છે.

તો પછી આ જોખમ શા માટે લેવામાં આવી રહ્યું છે

  • રિપોર્ટ અનુસાર- જ્યારે શી જિનપિંગે 2012માં સત્તા સંભાળી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે તેઓ એક અબજથી વધુ વસતિવાળા દેશને વિશ્વનો નંબર 1 દેશ બનાવશે. જિનપિંગે ચીનના સપનાને સાકાર કરવાની ખાતરી પણ આપી હતી. હવે ચીનના લોકો સમજી ગયા છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
  • કોવિડ-19ના ખરાબ તબક્કા બાદ ચીનમાં બેરોજગારીનો દર 20.4 પર પહોંચી ગયો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ક્યુબા સાથે પણ આવું જ થયું હતું. ત્યારબાદ હજારો ક્યુબાના નાગરિકો અમેરિકા પહોંચી ગયા હતા. હવે ચીનના લોકો પણ એવું જ કરી રહ્યા છે. તેમના સપના ચકનાચૂર થઈ ગયા છે અને ચીનમાંથી બ્રેઈન ડ્રેઈન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે.
  • ચીનના એક વિદ્વાન કહે છે – સત્તારૂઢ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) માટે તેના નાગરિકોના હાથમાં અમેરિકન રાષ્ટ્રીય ધ્વજ જોવાથી વધુ ખરાબ શું હોઈ શકે. ચીનના નાગરિકોના ‘લવ ફોર અમેરિકા’નું સૌથી મોટું કારણ આ સુપરપાવર દેશમાં તેમને મળેલી સ્વતંત્રતા છે.

Spread the love

Related posts

કેનેડામાં ખાલિસ્તાનીઓએ તિરંગો ફાડી ભારતનું અપમાન કર્યું:વાનકુવરમાં દૂતાવાસની બહાર પ્રદર્શન;PM મોદીનું પણ અપમાન, કેનેડાએ ભારતમાં તેના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું

Team News Updates

G-20 બાદ ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકા પહોંચ્યું:શ્રીલંકાના નૌકાદળે મંજૂરી આપી; હિંદ મહાસાગરમાં ડ્રેગન દ્વારા શાંતિ ડહોંળવાના પ્રયાસ

Team News Updates

નિજ્જર મર્ડર કેસ પર અમેરિકામાં એસ જયશંકરની સ્પષ્ટ વાત, કેનેડા પુરાવા રજુ કરે

Team News Updates