News Updates
ENTERTAINMENT

ફિલ્મ ‘હમરાઝ’માં અમિષા-બોબીને જોઈને ફેન્સ થયા હતા નારાજ:અમિષાએ કહ્યું, ‘ગુસ્સામાં કાળઝાળ ફેન્સે બોબીને કહ્યું હતું કે ‘છોડ ઇસકો યે તેરે ભાઈ કી અમાનત હૈ’

Spread the love

આ અઠવાડિયે ‘ધ કપિલ શર્મા શો’નો છેલ્લો એપિસોડ ઓન-એર થશે. કપિલ શર્મા બ્રેક લેતા પહેલાં શોના છેલ્લા એપિસોડમાં ‘ગદર 2’ સ્ટાર્સ અમીષા પટેલ અને સની દેઓલને હોસ્ટ કરશે. તાજેતરમાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા શોના પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં સની દેઓલ અને અમીષા પટેલ કપિલ શર્મા સાથે વાતચીત કરતા જોવા મળે છે.

વીડિયોમાં કપિલ શર્મા મજાકમાં સની દેઓલને પૂછે છે કે તે શોના સેટ પર કારથી આવ્યો છે કે ટ્રકમાં? હકીકતમાં સની દેઓલ શોના સેટ પર ‘ગદર 2’માં તેમાં રોલ તારા સિંહના આઉટફિટમાં પહોંચ્યો હતો. આ અંગે સની દેઓલ કહે છે- મને આશા હતી કે અર્ચના પુરણ સિંહ પણ મારી સાથે પરત ફરશે, તેથી હું ટ્રકમાં આવ્યો છું.

લોકોએ બોબીને કહ્યું કે ‘છોડ ઇસકો યે તેરે ભાઈ કી અમાનત હૈ’ : અમીષા
વાતચીત દરમિયાન અમીષા પટેલે સની દેઓલ બાદ તેમના ભાઈ બોબી દેઓલ સાથે કામ કર્યા બાદમળેલી પ્રતિક્રિયા સાથે સંબંધિત એક ટુચકો શેર કર્યો હતો. અમીષાએ કહ્યું કે ‘ગદર’ પછી તેમણે બોબી દેઓલ સાથે ફિલ્મ ‘હમરાઝ’માં કામ કર્યું.

તેમને સનીની જગ્યાએ બોબી સાથે શૂટિંગ કરતા જોઈને તેમના ફેન્સ ખૂબ ગુસ્સે થયા હતા. શૂટિંગ દરમિયાન જ લોકોએ બોબીને કહ્યું હતું કે ‘છોડ ઇસકો યે તેરે ભાઈ કી અમાનત હૈ’.

સનીના ગુસ્સાથી ડરીને કોઈએ તેની કાર રોકી નહીંઃ કપિલ શર્મા
વાતચીત દરમિયાન કપિલે મજાકમાં એમ પણ કહ્યું કે ફિલ્મ સિટીમાં પ્રવેશતી દરેક કારની તપાસ કરવામાં આવે છે. પરંતુ, સનીની કારને કોઈએ ચેકિંગ માટે રોકી ન હતી. ડરને કારણે કે તે ગુસ્સામાં ગેટને ઉખાડીને ફેંકી દેશે. સનીએ ઘણી ફિલ્મોમાં એવા પાત્રો ભજવ્યા છે. ગદર ફિલ્મમાં પણ તેમણે હેન્ડપંપને જમીન પરથી ઉખેડી નાખ્યો હતો.

બીજી તરફ અમીષાને જોઈને કપિલ શર્માએ કહ્યું કે તે એક મોંઘી આઈસ્ક્રીમ જેવી લાગે છે અને તેને જોઈને સમજાઈ ગયું કે તારા સિંહ તેમના માટે પાકિસ્તાન કેમ જાય છે. અમીષા ગુલાબી સાડીમાં હતી.

‘ગદર 2’ 11 ઓગસ્ટે ‘OMG 2’ સાથે ટકરાશે
‘ગદર 2’ 2001માં આવેલી ફિલ્મ ‘ગદર’ની સિક્વલ છે. બંને ફિલ્મોના નિર્દેશક અનિલ શર્મા છે. ફિલ્મ ‘ગદર’ તેની રિલીઝ દરમિયાન બોક્સ ઓફિસ પર ‘લગાન’ સાથે ટકરાઈ હતી. જ્યારે, આ વર્ષે 11 ઓગસ્ટે, ‘ગદર 2’ બોક્સ-ઓફિસ પર અક્ષય કુમારની ‘OMG 2’ સાથે ટકરાશે.


Spread the love

Related posts

WTC ફાઈનલ…IND Vs AUS ત્રીજો દિવસ:લંચ પછી તરત જ ભારતને ફટકો, ગ્રીનના ડાઇવિંગ કેચના લીધે રહાણે આઉટ

Team News Updates

સિક્રેટ લગ્ન કર્યા હીરામંડીની ‘બિબ્બોજાને’: સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી, સિદ્ધાર્થ સાથે સાત ફેરા ફર્યા સાદાઈથી 400 વર્ષ જૂના મંદિરમાં

Team News Updates

ભાવનગરની આરિયાનો બોલિવૂડમાં દબદબો:માત્ર એક જ વર્ષની ઉંમરમાં કરી ટીવી કરિયરની શરૂઆત, કહ્યું- આલિયા ભટ્ટ મારી ફેવરિટ, મોટી થઈ હોરર ફિલ્મો બનાવીશ

Team News Updates