રિષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટ્લસે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ 2024ની 32મી મેચમાં 6 વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તો ગુજરાતની ટીમ 7માં સ્થાને છે.
ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2024ની 32મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં રિષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સની ટીમે ગુજરાતને 6 વિકેટથી હરાવી સીઝનની ત્રીજી જીત મેળવી હતી. આ જીત સાથે દિલ્હી આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
તો ગુજરાતની ટીમ 7માં સ્થાને છે. દિલ્હી અને ગુજરાત બંન્નેની ટીમોના બરાબર 6-6 અંક છે પરંતુ નેટ રન રેટના કારણે દિલ્હીની ટીમ આગળ છે. દિલ્હીનો નેટ રન રેટ-0.074નો છે. જ્યારે ગુજરાતનો 1.303નો છે.
આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ 12 અંકની સાથે ટોપ પર છે. આરઆર સિવાય અત્યારસુધી કોઈ ટીમ બે અંક સુધી પહોંચી શકી નથી. તો કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 8-8 અંક સાથે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.
આઈપીએલ 2024ના પ્લેઓફની સૌથી નજીક હાલમાં આરઆરની ટીમ છે. પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે એક ટીમને ઓછામાં ઓછી 8 મેચ જીતવાની રહેશે. રાજસ્થાન 7 મેચમાંથી 6માં જીતી ચુકી છે. ટીમની હજુ 7 મેચ બાકી છે. ત્યારે તે પ્લેઓફમાં પહોંચવા માટે સૌથી આગળ છે.
હવે આપણે વાત કરીએ બુધવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચની તો આ મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હતી. ગુજરાતની ટીમ માત્ર 89નો સ્કોર બનાવી અને ઓવર પણ પુરી કરી શકી ન હતી. ગુજરાતનો આ સૌથી શરમજનક સ્કોર છે.
આ સાથે ગુજરાત માત્ર ત્રીજી વખત આઈપીએલમાં ઓલઆઉટ થઈ છે. દિલ્હી માટે મુકેશ કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી છે. દિલ્હીએ 90 રનનો ટાર્ગેટ માત્ર 8.5 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. કેપ્ટનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.