VALSADના વેલવાચ ગામના પોલ્ટ્રી ફાર્મમાં સંચાલકને પાવર કટ થયો હોવાની જાણ થતાં 1 કલાકમાં 500થી વધુ મરઘીઓ મરી ગઈ હતી. જેનો આંકડો 1000 સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી છે. ગરમીમાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે, તો મુંગા જાનવરોનું શુ થતુ હશે. ગરમી સહન ન કરી શક્તા વલસાડના વેલવાચ ગામમાં 800 થી 1000 મરઘાનું મોત નિપજ્યું છે. આકરી ગરમીને લીધે અચાનક અધધ સંખ્યામાં મરઘાં મરી જતા પોલ્ટ્રીફાર્મ માલિકો ચિંતામાં મૂકાયા છે.
વલસાડ તાલુકાના વેલવાચ ગામની આ ઘટના છે. અહીં વેલવાછના કુંડી ફળિયામાં ઉદય પટેલના પોલ્ટ્રી ફોર્મમાં અસહ્ય ગરમીને કારણે 800 થી 1000 મરઘાંનું મરણ થયું હતું. વેલવાચ ગામે બનેલી ઘટના બાદ અન્ય પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગરમીથી મરઘાંનું મોત તાણ થાય તેની તકેદારીના પગલા હાથ ધરાયા છે. આ બાબતે હેલ્થ વિભાગે પણ કામગીરી શરૂ કરાઈ છે.
બન્યું એમ હતું કે, ગરમી અને પાવર કટ થતા પોલ્ટ્રી ફોર્મ સંચાલક મરઘાઓને ઠંડક અપાવવા જનરેટરની વ્યવસ્થામાં જોતરાયા હતા. ઉદય પટેલને પાવર કટ રહેશે તેની જાણ ન થતા તેમણે જનરેટરની કોઈ વ્યવસ્થા કરી ન હતી. કાળઝાળ ગરમી સાથે પાવર કટ રહેતા ઉદય પટેલના પોલ્ટ્રી ફોર્મમાં મરઘા મરવા લાગ્યા હતા. પાવર કટ થયો હોવાની જાણ થતાં 1 કલાકમાં 500થી વધુ મરઘીઓ મરી ગઈ હતી. જેનો આંકડો 1000 સુધી પહોંચી ગયો છે. ઘટનાના જાણ થતા ગામના સરપંચ અને અગ્રણીો પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યા હતા. તેમજ પશુ ચિકિત્સકની ટીમે પણ જાણ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા છે અને મરઘાઓના મોત અંગે તપાસ હાથ ધરી છે.