News Updates
ENTERTAINMENT

નંબર-1 વર્લ્ડનો ઓલરાઉન્ડર બન્યો ,ICC રેન્કિંગમાં હાર્દિક પંડ્યાનો ધમાકો

Spread the love

ICCની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ ધમાકો કર્યો છે. તેણે T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. પંડ્યા T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બની ગયો છે. T20I કારકિર્દીમાં આ બીજી વખત છે જ્યારે પંડ્યા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે.

ICCએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં હાર્દિક પંડ્યા T20 ઓલરાઉન્ડરની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગ્સ્ટનના શાસનનો અંત કરીને વિશ્વના નંબર વનનો ખિતાબ હાંસલ કર્યો હતો.

હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી શ્રેણીમાં તેના પ્રદર્શનનો ફાયદો થયો છે, જેની અસર T20 ઈન્ટરનેશનલમાં તેના ICC રેન્કિંગ પર જોવા મળી છે. નંબર 1 પર પહોંચવામાં, પંડ્યાએ માત્ર ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને જ નહીં પરંતુ નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પણ પાછળ છોડી દીધો.

સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાયેલી 4 મેચની શ્રેણીમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી યોગદાન આપ્યું હતું. તેણે 4 મેચની 3 ઈનિંગ્સમાં 59 રન બનાવ્યા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 39 રન હતો અને બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. સિરીઝની છેલ્લી મેચમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી હતી, તેણે 3 ઓવરમાં એક મેડન ઓવર ફેંકી, માત્ર આઠ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યાનું હાલનું ફોર્મ T20 ઈન્ટરનેશનલમાં શાનદાર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 17 મેચ રમી છે, જેમાં તેણે 44ની એવરેજથી 352 રન બનાવ્યા છે. આ સિવાય તેણે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરતા 16 વિકેટ લીધી છે.

ICC T20 ઓલરાઉન્ડરોની લેટેસ્ટ રેન્કિંગમાં હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યા પછી, લિયામ લિવિંગ્સ્ટન નંબર વનથી ત્રીજા સ્થાને ખસી ગયો છે, જ્યારે નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી બીજા નંબરે છે. ટોપ 5માં ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ ચોથા સ્થાને છે. જ્યારે શ્રીલંકાનો વાનિન્દુ હસરાંગા પાંચમા સ્થાને છે. 


Spread the love

Related posts

IND vs ENG ટેસ્ટ સિરીઝ વચ્ચે T20 લીગ રમવા ગયો આ ખેલાડી, ઈંગ્લેન્ડનો ચોંકાવનારો નિર્ણય

Team News Updates

રકુલ-જેકી મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે:ગોવામાં લગ્નગ્રંથિથી બંધાશે, બોલિવૂડ અને સાઉથના સેલેબ્સ હાજરી આપશે; સલમાન પણ હાજરી આપી શકે

Team News Updates

બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું- તિલક-યશસ્વી પણ આગળ બોલિંગ કરશે:બંનેએ અંડર-19માં પાર્ટ ટાઈમ બોલિંગ કરી છે, તેનાથી ટીમને ફાયદો થશે

Team News Updates