News Updates
ENTERTAINMENT

અમેરિકામાં ઈતિહાસ રચ્યો Pushpa 2એ,1 મિલિયન ડૉલરના આંક પર પહોંચ્યો સૌથી ઝડપી પ્રી-સેલ્સમાં

Spread the love

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2ને રિલીઝ થવામાં હવે માત્ર 15 દિવસનો સમય બાકી છે. હાલમાં ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતુ. જેમણે પહેલા દિવસે અનેક મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ વચ્ચે ફિલ્મે યુએસમાં પણ ઈતિહાસ રચી દીધો છે.

હવે બોક્સ ઓફિસ પર માત્ર પુષ્પાનું “રાજ” હશે. 15 દિવસ બાદ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થશે. અલ્લુ અર્જુનની ફિલ્મની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં ટ્રેલર પણ સામે આવ્યું હતુ જે ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ. હવે ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ શરુ થશે. ટુંક સમયમાં મેકર્સ શરુ કરશે પરંતુ યુએસ પ્રી સેલ્સ થોડા સમય પહેલા જ શરુ થઈ ચૂક્યું છે. હવે ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહી છે.

હાલમાં જ પુષ્પા 2એ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. જેનાથી ખબર પડે છે કે, યુએસ પ્રી સેલ્સમાં 1 મિલિયન ડોલરના આંકડા પર પહોંચી ગઈ છે. આ સાથે સૌથી ફાસ્ટ પ્રીસેલ અને ટિકિટ વેંચનારી ફિલ્મ બની ગઈ છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થવામાં હવે માત્ર 15 દિવસનો સમય બાકી છે. ત્યારે યુએસમાં ફિલ્મ અનેક મોટા રેકોર્ડ તોડશે. અત્યારસુધી પ્રી સેલમાં 30 હજારથી વધારે ટિકીટનું વેચાણ થયું છે. યુએસ પ્રીમિયર પહેલાથી જ 1 મિલિયન ડોલરનું પ્રી-સેલ્સ કરી ચૂક્યું છે. જોકે આ પહેલા ચાર ફિલ્મો પણ આ કરી ચૂકી છે, પરંતુ આ મામલે પુષ્પા 2 સૌથી ફાસ્ટ છે. જે અત્યારસુધી કોઈ કરી શક્યું નથી. અલ્લુ અર્જુને કરી દેખાડ્યું છે.ત્યાં 3,230 શો કન્ફર્મ થયા છે.

ટ્રેલર સામે આવ્યા બાદ જે માહૌલ ભારતમાં સેટ થયો છે. એટલો જ યુએસ પ્રીમિયર પ્રી સેલ્સમાં આવ્યો છે. ફિલ્મને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલમાં એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પુષ્પા 2 પહેલા જ દિવસે 250 કરોડ રુપિયાનો બિઝનેસ કરી તમામ રેકોર્ડ તોડી નાંખશે.

પુષ્પા 2ના બજેટની વાત કરીએ તો ફિલ્મનું બજેટ અંદાજે 500 કરોડ રુપિયા છે.સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે 300 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.મેકર્સ દ્વારા આ વખતે ટ્રેલર સાઉથમાં નહિ વિદેશમાં પણ નહિ પરંતુ બિહારમાં લોન્ચ કરવામાં આવ્યું. અહિ મેદાન ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતુ.


Spread the love

Related posts

T20 સીરિઝમાં ભારતીય ખેલાડીઓનો દાઢીમાં કૂલ લુક, ક્લીન શેવમાં સૂર્યા લાગી રહ્યો છે યંગ

Team News Updates

શૂટિંગ દરમિયાન કોઈ હસતું તો સંદીપ વાંગા ગાળો ભાંડતા:’એનિમલ’ ફેમ એક્ટર કેપીએ કહ્યું, ‘દીકરીના જન્મ પછી રણબીર તરત જ સેટ પર પહોંચી ગયો હતો’

Team News Updates

એશિયાડમાં આજે ભારતને શૂટિંગમાં 4 મેડલ:સિફ્તને ગોલ્ડ અને આશિને બ્રોન્ઝ મળ્યો; મહિલા ટીમે ગોલ્ડ અને સિલ્વર જીત્યો, અત્યાર સુધીમાં કુલ 18 મેડલ

Team News Updates