News Updates
ENTERTAINMENT

નવા અવતારમાં જોવા મળ્યો MS ધોની, જાણો કોણે કરી આપી આ હેરસ્ટાઈલ

Spread the love

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)નો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની નવી હેરસ્ટાઇલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ નવા લુકમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની પોતાના હેરકટને કારણે ચર્ચામાં આવી ગયો છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જે પણ કરે છે તે હંમેશા થોડું અલગ હોય છે. તાજેતરમાં તેણે એક નવો હેરકટ કરાવી છે

તે પોતાની નવી હેરસ્ટાઈલને કારણે સમાચારોમાં આવ્યો છે. તેનો નવો લુક ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ લેટેસ્ટ લુકમાં તે સુંદર લાગી રહ્યો છે.આ નવી હેરસ્ટાઈલ ધોનીને હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમે આપી છે. આલીમે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

થોડા સમય પહેલા ધોનીના કેટલાક ફોટો સામે આવ્યા હતા જેમાં તે લાંબા વાળ સાથે જોવા મળ્યો હતો, પરંતુ હવે તેણે તેના લાંબા વાળને સેટ કરીને કલર કરાવ્યો છે.

ધોની બ્લેક ટી-શર્ટ અને ડાર્ક ચશ્મા પહેરીને ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે, આલીમ હકીમે લાંબા વાળ અને નવા લુક સાથેના ફોટો વિશે એક સ્ટોરી પણ શેર કરી છે.આ ફોટો જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. ચાહકોનું કહેવું છે કે તેમણે લાંબા સમય બાદ ધોનીને આટલી પરફેક્ટ સ્ટાઇલમાં જોઈ છે.

જ્યારે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું ત્યારે ધોનીના વાળ ખૂબ લાંબા હતા. આ પછી જ્યારે ભારતે ધોનીની કપ્તાનીમાં 2007માં પહેલો ICC T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે ધોનીએ પોતાની હેરસ્ટાઈલ બદલી હતી.

તમને જણાવી દઈએ કે, આલીમ હકીમ બોલિવૂડના ટોપ હેર ડ્રેસર છે. તેણે ઘણી ફિલ્મોમાં કલાકારોને નવી હેરસ્ટાઈલ આપી છે, જેમાં ‘રોકસ્ટાર’, ‘બરફી’, ‘રોબોટ’ અને ‘બાહુબલી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની સાથે બોલિવૂડ, ટોલીવુડ અને ભારતીય ક્રિકેટ ટીમના દરેક મોટા સ્ટાર પણ હેર કટિંગ માટે તેની પાસે આવે છે.


Spread the love

Related posts

WTC ફાઇનલમાં બંને ટીમોની સ્ટ્રેંથ અને વીકનેસ:ઓસ્ટ્રેલિયાની બેટિંગ મજબુત; સ્પિનરો બંને ટીમોના ટોપ વિકેટ ટેકર છે

Team News Updates

કપિલ શર્મા એક ગુજરાતી ફિલ્મ બની જાય એટલો ચાર્જ છે,1 કરોડથી વધારે એક દિવસનો ચાર્જ છે

Team News Updates

ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી IPL 2024માંથી બહાર

Team News Updates