News Updates
BHAVNAGAR

 Bhavnagar:કટલેરીની દુકાનમાં  વિકરાળ આગ 5 કલાકે કાબૂમાં આવી ભાવનગરમાં

Spread the love

ભાવનગર શહેર રાંધનપુરી બજારમાં આવેલ મોટાફળિયા આવેલી જનતા કટલેરીની દુકાનમાં મોડી સાંજે અચાનક જ વિકરાળ આગ ફાટી નીકળી હતી, અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડના કાપલાને થતા ફાયર નો કાટો ઘટના સ્થળે દોડી જઈ આઠ ગાડી તથા 70 હજાર લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ બનાવની ફાયર બ્રિગેડ કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર ગઈકાલે સાંજે સાત વાગ્યાના આસપાસ શહેરના રાંધનપૂરી બજારમાં આવેલ મોટા ફળિયામાં આવેલી જનતા કટલેરી નામની દુકાનમાં વિકરાળા આગ લાગી હતી? જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, આગના ગોટેગોટા નીકળ્યા હતા આ અંગેની તાત્કાલિક ફાયર બ્રિગેડને કાફલા ને જાણ થતા તાત્કાલિક દોડી જી એક પછી એક આઠ ગાડીઓ તેમજ 70,000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, સાંજના તુમારે 7:00 વાગ્યા આસપાસ લાગેલી આગ રાત્રે 12:30 આસપાસ આગ કાબુમાં આવી હતી, આમ પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ જુનવાણી લાકડા હોવાને કારણે એક ગાડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, કે કોઈ કારણસર પાછી આગ લાગે તો આગને ઓલવવા માટે એક ગાડી સવારે 6 વાગ્યા સુધી સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને સવારે છ વાગ્યે આ ગાડી પરત આવી હતી. આ આગની ઘટનામાં ત્રણેય માળ આવી જેટલા હોલસેલ કટલેરીના ગોડાઉન રાખવામાં આવેલ કટલેરી નો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી.


Spread the love

Related posts

 Bhavnagar:આખલે શિંગડે ભરવ્યા ભાવનગરમાં સ્કૂટર લઇને જતાં પૂર્વ મેયરને,ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Team News Updates

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાયો

Team News Updates

Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો 

Team News Updates