News Updates
ENTERTAINMENT

હોકી…મહિલા ટીમે ટ્રાઇ સિરીઝમાં ગોલ્ડ જીત્યો:યજમાન સ્પેનને 3-0થી હરાવ્યું; પ્રો-લીગમાં મેન્સ ટીમને બ્રોન્ઝ મેડલ

Spread the love

ભારતીય હોકી ટીમે રવિવારે પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં સફળતા હાંસલ કરી હતી. મહિલા ટીમે ત્રિકોણીય શ્રેણીમાં હોમ ટીમ સ્પેનને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન, પ્રો-લીગની બ્રોન્ઝ મેડલ ​​​​​​​મેચમાં મેન્સ ટીમે નેધરલેન્ડને 2-1થી હરાવ્યું હતું.

સ્પેનિશ હોકી ફેડરેશનની 100મી વર્ષગાંઠ નિમિત્તે સ્પેનના બાર્સેલોના શહેરમાં મહિલા હોકી ટ્રાઈ સિરીઝ અને મેન્સ કેટેગરીમાં 4 ટીમોની પ્રો-લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા ટીમ સિરીઝમાં અજેય રહી હતી
બાર્સેલોનાના ટેરેસા શહેરમાં ભારત અને સ્પેન વચ્ચે વિમેન્સ ટ્રાઈ સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ભારત તરફથી વંદના કટારિયા (22મી મિનિટ), મોનિકા (48મી મિનિટ) અને ઉદિતા (58મી મિનિટ)એ ગોલ કર્યા હતા. સ્પેન તરફથી કોઈ ખેલાડી ગોલ કરી શકી નહોતી. ફુલ ટાઈમ બાદ સ્કોર લાઇન 3-0 રહી અને ભારતે મેચ જીતી લીધી.

8મા ક્રમની ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે 1-1 અને સ્પેન સામે 2-2થી ડ્રો રમી હતી. ત્રીજી મેચમાં લાલરેમસિયામીની હેટ્રિકની મદદથી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 3-0થી હરાવ્યું અને હવે સ્પેનને પણ 3-0થી હરાવ્યું. ટીમે ગ્રુપ સ્ટેજમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર રહીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેન્સ ટીમે મેચ જીતી હતી
રવિવારે 4 ટીમોની હોકી પ્રો-લીગની ફાઈનલ અને બ્રોન્ઝ મેડલની મેચ પણ બાર્સેલોનામાં જ રમાઈ હતી. ભારત અને નેધરલેન્ડ ત્રીજા સ્થાનની મેચમાં ટકરાયા હતા, જે ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 15મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. 25મી મિનિટે ડચ ટીમ તરફથી થિયરી બ્રિંકમેને પણ ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો.

3 ક્વાર્ટર પછી પણ સ્કોર લાઇન બરાબર રહ્યો હતો. ત્યારબાદ ચોથા ક્વાર્ટરની 50મી મિનિટે ભારતના દિલપ્રીત સિંહે ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. પૂર્ણ સમય બાદ પણ સ્કોર લાઇન 2-1 રહી અને ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્પેને ગોલ્ડ અને ઈંગ્લેન્ડે સિલ્વર મેડલ જીત્યો હતો.

બંને ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે
સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમો પણ ભાગ લેશે. મહિલા ટીમ વિશ્વની નંબર-8 ટીમ છે, જ્યારે પુરુષોની ટીમ વિશ્વની નંબર-4 ટીમ છે. મેન્સ ટીમ એશિયાની ટોપ રેન્ક ટીમ પણ છે. એશિયન ગેમ્સ આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીનમાં રમાશે.

મેન્સ ટીમ એશિયન ગેમ્સ પહેલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 3 ઓગસ્ટથી ચેન્નાઈના રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાશે.


Spread the love

Related posts

ધમકી મળી સલમાન ખાનના પિતા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન,લોરેન્સ બિશ્નોઈને મોકલું

Team News Updates

 BOLLYWOOD:રામના રોલમાં જોવા મળ્યો રણબીર કપૂર ભગવાન:સાઈ પલ્લવી બની માતા સીતા ,ફિલ્મ ‘રામાયણ’ના સેટ પરથી સામે આવી છે તસવીરો 

Team News Updates

જાહન્વી કપૂરને માતા સીતાનો રોલ ઓફર કર્યાની વાત નિર્માતાઓએ નકારી:નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર સાથે જોવા મળશે સાઇ પલ્લવી, ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર આવશે

Team News Updates