ભારતના ગામો ગામ સાઇકલ લઈ સાઇકલ યાત્રી પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે. યાત્રા માટે અનોખી સાઇકલ પણ બનાવી. જેમાં જીવન જરૂરી વસ્તુઓ પણ સામીલ કરી છે. વાપીના પરમવીર ભારતીએ સાઇકલ પર સોમનાથ પહોંચી મહાદેવના દર્શન કર્યા હતા. તેઓ ભારત દેશના ગામડાઓ તથા શહેરોની સાઇકલ યાત્રા કરવા નીકળ્યા છે. ગઈકાલે તેઓ સોમનાથ આવી પહોંચેલા અને સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓએ સોમનાથ આવતા યાત્રીઓને સાઇકલ ચલાવવા પ્રેરીત કરેલા.
વિશેષમાં સાઇકલ ચલાવવાના ફાયદાઓ અંગે તેઓએ જણાવેલું કે, સાઇકલ ચલાવી આપણે પ્રકૃતિ અને અર્થતંત્ર માટે વિશેષ યોગદાન આપી શકીએ. સાથે જ સ્વાસ્થયને લગતા ફાયદાઓ પણ ખુબ મહત્વના છે. યાત્રી પરમવીર ભારતીએ સુંદર આવાસ-ભોજન સહિતની સુંદર યાત્રી સેવા બદલ સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.