નગરસેવક અફઝલ પંજાના અથાગ પ્રયત્નો થી ચોમાસા પહેલા સર્વિસ રોડ ની કામગીરી શરૂ કરવામાં આવી
વેરાવળ શહેરમાં બનતા ઓવરબ્રિજ એ લોકોની સુખાકારી માટે છે છતાં પણ બંને ઓવરબ્રિજની પાસેથી અપાતા ડાયવર્ઝન અને સર્વિસ રોડના કારણે વેરાવળ શહેરના લોકો ખૂબ તકલીફ ભોગવી રહ્યા હતા ડાયવર્ઝન ટૂંકું બને અને સર્વિસ રસ્તો મળે તે માટે વેરાવળ શહેર નગર સેવક અફઝલ પંજાબ દ્વારા તથા પ્રયત્નો કરવામાં આવ્યા અને જુદી જુદી સરકારી એજન્સીઓ સાથે વાર્તાલાપ અને ચર્ચા તેમજ કાગળની કાર્યવાહી કરીને આખરે એક સુખદ નિરાકરણ લેવામાં આવ્યું અને વેરાવળ શહેરમાં શાહીગરા વિસ્તાર પાસેના ઓવરબ્રિજ ની નજીક બંદર પાસે થી એક સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી લોકોની તકલીફ દૂર થશે.
હાલ ચોમાસુ ખૂબ નજીક છે અને બંદર વિસ્તાર એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાથી ત્યાં લોકોની અવરજવરમાં વધુ પ્રમાણ માં થતી હોય અને લોકોને ખૂબ તકલીફ થતી હોય તે અનુસંધાને ચોમાસા પહેલા જ જિલ્લા કલેકટર,મેરીટાઇમ બોર્ડ, પ્રાંત અધિકારી જીયુડીસી અધિકારી,રેલવે ડિપાર્ટમન્ટ તેમજ ઓવરબ્રિજ સાથે સંકળાયેલ ચીફ એન્જિનિયરો સાથે ખૂબ લાંબી કાગળની કાર્યવાહી અને ચર્ચા કરીને તેનું સુખદ સમાધાન કરેલ છે અને હાલ સર્વિસ રસ્તાનું કામ ચાલી રહ્યું છે.
વેરાવળ નગરસેવક અફઝલ પંજા દ્વારા જવાબદાર અધિકારીઓને જણાવેલ કે વેરાવળ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ એ અન્ય શહેર કરતાં જુદી છે આ એક ઐતિહાસિક ગામ છે જે ટૂંકા વિસ્તારોમાં જે આવેલું છે જેથી ત્યાં સાંકડા રસ્તાઓ આવેલ હોય છે જેથી ટ્રાફિકને સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં સર્જાતી હોય છે જો બંદર વિસ્તારમાંથી અપાયેલ ડાયવર્ઝન કારણે બંદર વિસ્તારવામાં ખૂબ મોટા પ્રમાણ માં ટ્રાફિક થવાની શ્યક્તાઓ રહે છે પરિણામે લોકોમાં ઘર્ષણ નાં બનાવ બને અને કાયદા અને વ્યવસ્થા સાચવવામાં ખલેલ પડે છે.
જે અનુસંધાને બંદર વિસ્તારની પાસેથી શાહીગરા નજીક એક સર્વિસ રસ્તો આપવામાં આવેલ છે જેના કારણે આ ટ્રાફિક કાબુમાં રહેશે અને લોકોને પોતાની તકલીફ દૂર થશે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)