News Updates
GUJARAT

B.Comની વિદ્યાર્થિનીની લાશ  ખેતરમાં મળી:પારડીના મોતીવાળાની યુવતી ટ્યૂશન જવા નીકળી હતી, પોલીસે ફોરેન્સિક PM માટે બોડી સુરત મોકલી

Spread the love

વલસાડના પારડી તાલુકાના મોતીયાળા ગામમાં ઉદવાડાથી ટ્યૂશનથી પરત ફરતી બીકોમની સેકન્ડ યરની વિદ્યાર્થિનીની લાશ મળી છે. વિદ્યાર્થિની ઉદવાડા ટ્યૂશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી. જેથી પરિવારે શોધખોળ કરી હતી. કંઈક ખોટું થયું હોવાના ડરે પરિવારે તેની શોધખોળ આદરી હતી. દરમિયાન યુવતીની બહેનેન એક ચપ્પલ મળતાં તેણે મૃતકના મિત્રની મદદ લઈ શોધખોળ કરી હતી. જેમાં આંબાવાડીમાં ચેક કરવા કહેતા ત્યાં શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.

યુવકની બાઇક ઉપર યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે, ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પારડી પોલીસે યુવતીની લાશનો કબ્જો મેળવીને ફોરેન્સિક PM કરાવવા આગળની તજવીજ હાથ ધરી છે. યુવતીની લાશનો PM રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરશે. વલસાડ LCB, SOG સહિત 10થી વધુ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોતીવાળા ગામમાં નિશાળ ફળિયામાં રહેતા શ્યામભાઈ ખીમજીભાઈ હળપતિ તેમના પરિવારના સભ્યો સાથે રહે છે. તેમની 19 વર્ષીય દીકરી મુસ્કાન હળપતિ જે. બી. પારડીવાળા કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની મોટી બહેન તરુણાબેન હળપતિ ઉદવાડા ખાતે નોકરી કરે છે. 14 નવેમ્બરના રોજ કામ અર્થે વલસાડ આવી હતી. ત્યારે મુસ્કાનના મિત્ર હર્ષનો તરુણાબેન ઉપર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું અને મુસ્કાન વાત કરતાં છીએ, તેમ છતાં મુસ્કાને બીજા છોકરા સાથે વાત કરવાનું ચાલુ કરી દીધા બાદ મુસ્કાનનો ફોન બંધ થઈ ગયો હતો. હર્ષે મુસ્કાનની મોટી બહેનને જણાવ્યું હતું. જે બાદ વલસાડ RPF ગ્રાઉન્ડ પાસે બસમાંથી ઉતરી રિક્ષા પકડી તે ઉદવાડા સ્ટેશન તરફ આવી હતી.

ઉદવાડા રેલવે સ્ટેશનથી પગદંડી વાળા રસ્તે મોતીવાળા ગામમાં જઈ રહી હતી. હાટબજારના ગ્રાઉન્ડ પાસે હર્ષ તેના મિત્રો સાથે ઉભો હતો. જેથી તરુણાબેને હર્ષ સાથે વાત કરી તેની બહેન મુસ્કાન ઘરે પહોંચી કે નહીં? તે બાબતે તેની માતાને પૂછતાં તે ઘરે ન હોવાનું જણાવ્યું હતું. ત્યાંથી નજીકમાં રહેતા માતાના કાકીના ઘરે જતી વખતે નજીકમાં આવેલી આંબાવાડીમાં મુસ્કાનની ચપ્પલ જોવા મળી હતી. જેથી પરિવારના સભ્યોને અને હર્ષની મદદ લઈને આજુબાજુના વિસ્તારમાં મુસ્કાનની શોધખોળ હાથ ધરી હતી.

હર્ષ આંબાવાડીમાં ચેક કરવા જતાં આંબાવાડીમાં ઝાડ નીચે મુસ્કાનને સૂતેલી હાલતમાં જોઈ હતી. જેથી હર્ષે બૂમ મારી તરુણાબેન અને અન્ય પરિવારના સભ્યોને મુસ્કાન મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. તરુણાબેન હળપતિ તાર ખુંટા કૂદીને જઈને ચેક કરતા બેગ ઉપર માથું મૂકીને મુસ્કાન સૂતેલી હાલતમાં પડી હતી. જેથી તેને ઉઠાડવા જતા ઉઠતી ન હતી. હર્ષની બાઇક ઉપર તરુણા સાથે મુસ્કાનની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે મુસ્કાનની મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતાં પારડી પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી ફોરેન્સિક PM માટે મુસ્કાનની લાશને મોકલાવી હતી. પરિવારના સભ્યોના નિવેદન નોંધી પારડી પોલીસે પ્રાથમિક તબક્કે ADની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની LCB, SOG સહિત 10 જેટલી ટીમો કેસની ઝિણવટભરી તપાસ હાથ ધરી રહી છે. ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યૂશન કલાસ અને રસ્તાના CCTV ફૂટેજ અને મુસ્કાનના ફોનની કોલ ડિટેઈલના મેળવી આગળની તપાસ હાથ ધરી રહી છે. પારડી પોલીસની ટીમ શકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી રહી છે.


Spread the love

Related posts

હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર

Team News Updates

ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારના મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા સહિતના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેતાં કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા

Team News Updates

વલસાડ : પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Team News Updates