News Updates
ENTERTAINMENT

13 મહિનાથી નથી રમી ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં કરશે કમબેક!

Spread the love

કુલદીપ યાદવે તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. તે પછી 2023 પસાર થઈ ગયું અને તેને ટેસ્ટ ટીમમાં તક ન મળી. હવે 2024નું નવું વર્ષ તેના માટે નવી આશાનું કિરણ લઈને આવ્યું છે. કુલદીપ હવે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતની જીતમાં યોગદાન આપવા તૈયાર છે. જોવાનું એ છે કે શું રોહિત શર્મા તેને તક આપશે?

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મળેલી હારથી આગળ વધવાનો સમય આવી ગયો છે. ખેલાડીઓની ઈજાઓ પણ ટીમની મુશ્કેલીઓ વધારી રહી છે. પરંતુ, તેની પરવા કર્યા વિના રોહિત શર્મા સાથી ખેલાડીઓ સાથે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ટક્કર આપવા તૈયાર છે. રોહિત વિશાખાપટ્ટનમમાં ટીમમાં ચોથા સ્પિનરને સામેલ કરશે.

13 મહિના બાદ ટેસ્ટ રમશે કુલદીપ યાદવ!

અમે વાત કરી રહ્યા છીએ કુલદીપ યાદવની, જેના પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવાની ચર્ચા હૈદરાબાદ ટેસ્ટમાં જ થઈ રહી હતી. પરંતુ તે ત્યાં રમી શક્યો ન હતો. જો કે, હવે લાગે છે કે તેને વિશાખાપટ્ટનમમાં તક મળશે અને આ સાથે તેની 13 મહિનાની રાહ પણ સમાપ્ત થઈ જશે.

કુલદીપે છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2022માં રમી હતી

કુલદીપ યાદવે તેની છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. તે ટેસ્ટમાં ભારતની જીતનો હીરો કુલદીપ યાદવજ રહ્યો હતો. એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સાથે તેણે આ મેચમાં 8 વિકેટ ઝડપી હતી. આવઆ મજબૂત પ્રદર્શન છતાં તેને 2023માં ટીમ ઈન્ડિયા તરફથી એક પણ ટેસ્ટ રમવાની તક મળી નહીં. પરંતુ, 2024ની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં કુલદીપને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે તેવું લાગી રહ્યું છે. મતલબ કે તે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમતો જોવા મળી શકે છે.

કુલદીપ યાદવને તક મળશે?

વાસ્તવમાં સમાચાર છે કે ઈંગ્લેન્ડની જેમ ટીમ ઈન્ડિયા પણ વિશાખાપટ્ટનમમાં 4 સ્પિનરોને રમાડવા વિચાર કરી રહ્યું છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં વિશાખાપટ્ટનમની પીચની સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવશે. હવે જો 4 સ્પિનરોને રમવાની ભારતની રણનીતિ યથાવત રહેશે તો કુલદીપ યાદવ ફરીથી રમશે તે નિશ્ચિત છે.

કુલદીપ યાદવનો ટેસ્ટ રેકોર્ડ

કુલદીપ યાદવ ડાબોડી ચાઈનામેન બોલર છે. 2017માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ, તેણે 8 ટેસ્ટ રમી છે અને 21.55ની એવરેજથી 34 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે એક ઈનિંગ્સમાં ત્રણ વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કુલદીપ યાદવ રેડ બોલ ક્રિકેટમાં કેટલો અસરકારક છે.


Spread the love

Related posts

‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’નું ટીઝર રિલીઝ:મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કરેલા આક્રમણ પર આધારિત છે આ ફિલ્મ, જે સમગ્ર ભારતમાં 12 ભાષાઓમાં રિલીઝ થશે

Team News Updates

T20 World Cup 2024:આંસુ નહોતા રોકાતા,  ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી

Team News Updates

બેડમિન્ટન… BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ:એચએસ પ્રણય અને લક્ષ્ય સેન આગલા રાઉન્ડમાં પહોંચ્યા, કિદાંબી શ્રીકાંત બહાર

Team News Updates