News Updates
GUJARAT

ગાંધીનગરની પીડીપીયુ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનાં ફોટા-વીડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Spread the love

ગાંધીનગરની પીડીપીયુ યુનિવર્સિટીમાં બીકોમનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનો પીછો કરી કરી ફોટા વીડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અમદાવાદના દંપતી વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના કોટેશ્વર ગામની એક સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતી પીડીપીયુ યુનિવર્સિટીમાં બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. અગાઉ તેઓ અમદાવાદ ખાતે રહેતાં હતાં એ વખતે યુવતી ધોરણ – 10 માં અભ્યાસ કરતી ત્યારે શાહીબાગની સોસાયટીમાં રહેતી બહેનપણી સાથે ટયુશન આવતી જતી હતી.

એ પછી છેલ્લા એક વર્ષથી યુવતીનો પરિવાર કોટેશ્વરની સોસાયટીમાં રહેવા આવ્યો છે. ત્યારે ગત તા. 10મી જુલાઈના રોજ સાંજના યુવતીની માતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી. જે યુવતીની બહેનપણીનાં પિતાએ મોકલી હતી. અને ઇન્સ્ટાગ્રામ મેસેજ ઓપન કરતા પોતાની દીકરીના ફોટા અને વિડિઓ જોઈ તેઓ ચોંકી ઉઠયા હતા.

આ અંગે પૂછતાંછ કરતાં યુવતીએ કહેલ કે ગઈ 29 મી માર્ચના રોજ મિત્રો સાથે સિંધુ ભવન ખાતે ફરવા ગઈ હતી. એ વખતે આ ફોટા વિડિઓ ઉતારવામાં આવ્યા હોવાનો તેણે માતા સમક્ષ ખુલાસો કર્યો હતો. એટલે વધુ તપાસ કરતા બહેનપણીની માતાએ પણ વોટ્સઅપ સ્ટેટ્સમાં યુવતીના વિડિઓ મૂકીને અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી.

આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ મુછાળે જણાવ્યું હતું કે, યુવતીનો પરિવાર અને આરોપી દંપતી ભુતકાળમાં અમદાવાદમાં એકબીજાના પાડોશી હતા. એ વખતે પાડોશીઓ વચ્ચે કોઈ નાની મોટી માથાકૂટ થતી હતી. જેને લઈને દંપતી પૈકી પતિએ યુવતીનો પીછો કરીને વિના પરમિશન તેણીના ફોટા અને વીડિઓ લીધા હતા અને પત્નીએ તેના વોટ્સઅપ સ્ટેટસમાં પણ મૂક્યા હતા. આમ દંપતીએ સમાજમાં યુવતીનું ચારીત્ર ખરડાય તેવુ ક્રુત્ય કર્યું હોવાથી ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.


Spread the love

Related posts

સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદમાં ઇકો ક્લબ ની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Team News Updates

અહીં આપવામાં આવે છે પાકને ઈલેક્ટ્રીક શોક, કારણ જાણીને તમને નવાઈ લાગશે

Team News Updates

ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી જવાહર હાઇસ્કુલ માં નારી વંદન ઉત્સવ યોજાયો

Team News Updates