News Updates
GUJARAT

ડ્રગ્સની 3 ફેક્ટરી ઝડપાઈ ગુજરાત-રાજસ્થાનમાંથી:આચારસંહિતા દરમિયાન નાર્કોટિક કેસમાં અત્યારસુધીમાં 161 આરોપીની ધરપકડ,ATSએ 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરિયલ ઝડપ્યું

Spread the love

ગુજરાતના ગાંધીનગર નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ATSના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરીયલ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSને મહત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન ગુજરાત અને રાજસ્થાન સુધીના સપ્લાયનું હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવતા હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગનો નવો એંગલ સામે આવી રહ્યો છે. સમગ્ર મામલે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, હાલ આચારસહિત અમલમાં છે. જેમાં 161ની નાર્કોટિક કેસમાં આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવ્યા છે. 81 કેસ થયા છે, 3 કરોડનો નાર્કોટિક પકડવામાં આવ્યું છે.

ગુજરાત ATSના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજસ્થાન અને ગુજરાતમાં એ કોઈ જગ્યાએ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. ડ્રગ્સની પ્રોસેસ થઈ રહી છે, પરંતુ તેની ચોક્કસ માહિતી ન મળતા ઘણા સમયથી તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગાંધીનગર નજીક એક ફેક્ટરીમાં સિન્થેટિક ડ્રગ્સ બનતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી, ત્યારબાદ ગુજરાત ATSની ટીમે દરોડા કરતા ત્યાં 25 કિલો જેટલું તૈયાર ડ્રગ્સ મળી આવ્યું હતું.

25 કિલો જેટલા માલ સાથે અન્ય ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ પણ ત્યાં મળી આવ્યું છે. આ ફેક્ટરીમાં કેટલા સમયથી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનું હતું તે અંગે ATS આઠેક શખસની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત ATS ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ પણ ડ્રગ્સ બનતું હોવાની શંકાએ રાજસ્થાનમાં પણ દરોડા કરીને બીજી બે ફેક્ટરી પણ શોધી લીધી હોવાના સુત્રો સામે આવ્યા છે.

DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ચૂંટણી સંદર્ભે હાલ આચારસહિત અમલમાં છે. હાલ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જેમાં કેફી દ્રવ્યોની કામગીરીમાં ભાર મૂકવામાં આવ્યો છે. નાર્કોટિક કેસમાં અત્યાર સુધીમાં 161 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કુલ 81 કેસ થયા છે અને 3 કરોડનું નાર્કોટિક પકડવામાં આવ્યું છે. આજે કરવામાં આવેલા કેસની દોઢ મહિના પહેલા માહિતી મળી હતી. આ માહિતી હ્યુમન ઇન્ટેલિજન્સથી ડેવલપ કરવામાં આવી હતી. અમદાવાદના થલતેજમાં રહેતા અને ગાંધીનગરનો એક શખસ રો-મટીરીયલ ભેગું કરી રહ્યો હતો. તે રો-મટીરીયલથી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. કુલ 4 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા. NCB સાથે હતી. પ્રથમ રેડ ભીનમાલ રાજસ્થાનમાંથી 5 આરોપીને પકડવામાં આવ્યા હતા. જેમાં બે અમદાવાદના આરોપી હતા. સિરોહીમાંથી 15 kg MD ડ્રગ્સ અને રો મટીરીયલ મળી આવ્યું હતું. રો-મટીરીયલથી MD ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, બીજી રેડ ગાંધીનગરના પીપળજમાંથી 500 ગ્રામ MD અને રો-મટીરીયલ મળ્યું હતું. ત્રીજી રેડ ઓસીયા જોધપુર રાજસ્થાન ફેક્ટરી કરવામાં આવી હતી. ત્યાંથી રેમ પ્રસાદને પકડવામાં આવ્યો છે. અમરેલી 6.5 kg MD મળી આવ્યું છે. કુલ 230 કરોડનો મુદ્દામાલ કબજે કરવમાં આવ્યો છે. રો-મટીરીયલ વાપીથી સપ્લાય થતું હતું. બે રાજ્યની હદમાં રેકેટ ચાલતું હતું. હવે આગળની તપાસ NCBને સોંપીએ છીએ. ફાઇનાન્સ ટ્રાન્જેક્શનની વિગત મળી છે.


Spread the love

Related posts

Knowledge:સ્ટીકરનો શું હોય છે અર્થ ?ફળો પર લગાવેલા,તેને ખાવા કે નહીં તેની જ આપે છે જાણકારી

 Weather:ખમૈયા  કરશે હવે મેઘરાજા! તાપમાનમાં થશે વધારો ગુજરાતના આ વિસ્તારોમાં

Team News Updates

PHOTOSમાં જુઓ ચક્રવાત બિપરજોયનું ખતરનાક સ્વરૂપ:સૌરાષ્ટ્રનાં ગામડાંમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં, માછીમારોનાં ગામો ખાલી થઈ ગયાં; 15 જૂને રેડ એલર્ટ

Team News Updates