માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામ વર્ષોથી પી જી વી સી એલ દ્વારા 66 કે વી અમરાપુર માથી પાવર સપ્લાય અપાઈ છે અને માળિયા હાટીના કચેરી ખાતેથી ત્યારે એકાએક પી જી વી સી એલ ના સબ ડિવિઝન હેઠળ સમાવેશ છે ત્યારે એકાએક લોડ વધારાના બહાના હેઠળ પી જી વી સી એલ દ્વારા મેંદરડા સબ ડિવિઝન હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હોય અમરાપુર ના ગ્રામજનો તથા ખેડૂતોમાં રોષ પ્રગટેલ અને રોષ ભર આજે માળિયા હાટીના કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર શ્રીને સરપંચ ભાયલુભાઈ સોલંકી, પી ડી કારીયા, કાંતિભાઈ ખાનીયા, મામદભાઈ સમનાની સહિત બહોળી સંખ્યામાં લોકો એ આવેદન પત્ર આપી ઉપરોક્ત મેંદરડા સબ ડીવીઝનલ સામેલ કરવાનો નિર્ણય રદ કરી અમરાપુર માળિયા હા સબ ડિવિઝન માં ચાલુ રાખવાની માંગ કરી છે અમરાપુર ગામનું તાલુકા મથક માળિયા હા છે અને અમરાપુર થી માત્ર 12 કી મી જ થાય છે જ્યારે મેંદરડા 24 કી મી થાય છે અને વારંવાર વીજ ફોલ્ટ માટે મેંદરડા જવું શક્ય ના હોય અમરાપુર ને માળિયા હાટીના માં જ રાખવાની માંગ સાથે જો યોગ્ય નહિ કરવામાં આવે રસ્તા રોકો, સરકારી કચેરીઓને તાળાબંધી સહિત ઉગ્ર આંદોલન સરપંચ ભયલુભાઇ સોલંકીની આગેવાની હેઠળ કરવાની ચીમકી આપી હતી.
અહેવાલ : ભાવિન ઠકરાર (માળીયા હાટીના)