News Updates
GUJARAT

Jamnagar:કરૂણ બનાવ જામનગરનો:પાંચ મહિના પહેલા પતિનું અવસાન થતાં તેના વિયોગમાં પત્નીએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

Spread the love

જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિના મૃત્યુના વિયોગમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પતિના મૃત્યુ બાદ માનસિક સમતુલા ગુમાવી બેસતાં વારંવાર સારવાર માટે દાખલ કરાયા પછી આ પરિસ્થિતિથી તંગ આવી જઈ જિંદગીનો અંત લાવી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની મળતી માહિતી મુજબ જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી શેરી નંબર ત્રણમાં રહેતી ચેતનાબેન હિતેશગીરી ગોસાઈ નામની 43 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના મકાનના બીજા માળે પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધર્મેન્દ્રભાઈ જમનભારથી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઈ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીના પતિનું આજથી પાંચેક મહિના પહેલાં અવસાન થયું હતું, જેના આઘાતમાં પોતે માનસિક બીમાર થઈ ગયા હતા, અને આ બીમારીના કારણે આશરે પાંચથી છ વખત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર લેવાનો વારો આવ્યો હતો. જે બીમારીથી કંટાળી ગઈકાલે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Spread the love

Related posts

ELECTION COMMISSION OF INDIAનો નિર્ણય: પંકજ જોશી સહીત અનેક રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો નિર્ણય

Team News Updates

AI શશિ થરૂરે અસલી થરૂરનો ઈન્ટરવ્યુ લીધો, બંનેની જુગલબંધી જોઈ દંગ રહી ગયા લોકો

Team News Updates

EDUCATION:‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો 

Team News Updates