News Updates
BUSINESS

રિંગ લોન્ચ Casioનો કમાલ;નાની ડિસ્પ્લે સાથે ક્લાસિક ડિઝાઇનની રિંગ લોન્ચ, ફ્લેશ લાઈટ-એલાર્મથી લઈ અનેક ફિચર્સ

Spread the love

ડિજિટલ ઘડિયાળો બનાવતી જાપાનીઝ કંપની Casio એ એક રિંગ લોન્ચ કરી છે, જેની અંદર ઘડિયાળ છે. નાની ડિસ્પ્લે સાથે ક્લાસિક ડિઝાઇન જોવા મળી રહી છે. તેનું નામ CRW-001-1JR છે. આ રીંગ ક્લાસિક સ્ટાઈલમાં ટાઈમ દેખાડે છે. Casioએ તેની 50મી એનિવર્સરી પર આ ડિજિટલ ઘડિયાળ બજારમાં લોન્ચ કરી છે. આ ઘડિયાળ જાપાનમાં ઉપલબ્ધ થશે.

Casioની આ રીંગમાં નાના ડિસ્પ્લેને કારણે તેમાં સેવન-સેગમેન્ટ LCD સ્ક્રીન છે. આમાં યુઝર્સ કલાક, મિનિટ અને સેકન્ડમાં સમય જોઈ શકે છે. તે સ્માર્ટ રિંગ જેવું નથી, જેમાં હાર્ટ રેટ અને હેલ્થ ટ્રેકિંગ જેવી સુવિધાઓ છે. સેમસંગે તાજેતરમાં એક સ્માર્ટ રિંગ લોન્ચ કરી છે.

Casioની આ રીંગમાં, યુઝર્સને ત્રણ બટનો જોવા મળે છે. તે યુઝર્સને સમય અને ડેટા બદલવાની સુવિધા આપે છે. તેમાં સ્ટોપ વોચનું ફિચર પણ છે.

Casioની આ રીંગ વોચમાં યુઝર્સને લાઈટ અને એલાર્મની સુવિધા મળે છે. પાવર માટે તેમાં સિંગલ બેટરી છે. આ અંગે કંપનીનો દાવો છે કે તે સરળતાથી 2 વર્ષ સુધી ચાલશે અને બેટરી ખરાબ થયા બાદ તેને સરળતાથી બદલી શકાશે.

આ એક રિક્રિએટેડ ડિઝાઇન છે, જેમાં નાની ડિઝાઇનમાં મોટી ઘડિયાળ સામેલ કરવામાં આવી છે. આ આખી વીંટી સિંગલ પીસ છે, જેમાં મેટલ ઇન્જેક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટ્રેચેબલ બેન્ડનો ઉપયોગ યુઝર્સને કમ્ફર્ટ આપે છે.


Spread the love

Related posts

Antilia:એન્ટિલિયા મુકેશ અંબાણીના ઘર નું કેટલું આવે છે વીજ બિલ ?

Team News Updates

નદીમાં 35 મીટર નીચે મેટ્રોમાં મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ, આ સર્વિસ આપનાર એરટેલ દેશની પ્રથમ કંપની બની

Team News Updates

1900 રુપિયાનો વધારો સેન્સેક્સમાં ,23,900ને પાર નિફ્ટી,તોફાની તેજી શેર બજારમાં જોવા મળી

Team News Updates