News Updates
JUNAGADH

‘મારી માટી મારો દેશ’:જામજોધપુરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

Spread the love

જામજોધપુર શહેરના ક્રિકેટ મેદાન ખાતે “મારી માટી મારો દેશ” કાર્યક્રમની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જામજોધપુર શહેરી વિસ્તારના સૌ નગરજનોએ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશના વિરો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિવિધ તબક્કામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જામજોધપુર નગરપાલિકાના ક્રિકેટ મેદાન ખાતે શિલાફલકમ માટે તકતી સ્થાપિત કરવામાં આવી હતી.

રંગોળી, દીપ અને ફૂલોથી સુશોભન કરવામાં આવેલ આ તકતીનું મહાનુભાવો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્યઓ, જામજોધપુર નગરપાલિકા પૂર્વ પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામા આવેલ. જામજોધપુર નગરપાલિકામાં વસવાટ કરતા નિવૃત ભૂમિ દળ અને હવાઈ દળના વીરોને મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી તથા શિલ્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ. જામજોધપુર નગરપાલિકા દ્વારા આમંત્રિત મહેમાનો, નિવૃત જવાનો વગેરે દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં દેશ ભક્તિના ગીતો રજૂ થતાં જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યું હતું.આમંત્રિત મેહમાનો તથા ઉપસ્થિત તમામ લોકો દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવેલ અને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ ખાતે તમામ લોકો દ્વારા સેલ્ફી ગ્રુપ ફોટો લઈ ઉજાણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જામજોધપુરના મીની બસ સ્ટેન્ડથી ક્રિકેટ મેદાન સુધી ત્રિરંગા તથા કળશ યાત્રાનું

આયોજન કરવામાં આવેલ જેમાં સ્કુલના બાળકો દ્વારા આ કળશને ફૂલ હાર તથા કંકુ ચાંલ્લા કરી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતે કળશ પરત જામજોધપુર નગરપાલિકા કચેરી સુધી પહોચાડી અને આ કળશ યાત્રા સમાપ્ત કરવામાં આવી. આ સંપૂર્ણ કાર્યક્રમમાં સૌ નગરજનો એ હર્ષોલ્લાસથી ભાગ લીધો અને કાર્યક્રમની સફળ ઉજવણી કરવામાં આવી હતી.


Spread the love

Related posts

વેરાવળમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ : ભારે પવન સાથે 5 ઇંચ વરસાદ, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Team News Updates

ઠગ કાળાં વસ્ત્રોમાં ‘માતાજી’ બની પ્રગટ થતો:મુસ્લિમ યુવકે કહ્યું- મારા પિતાને સાક્ષાત્ માતાજી આવે છે, 500 કરોડનો વરસાદ કરશે; ઢોંગીએ મોડસ ઓપરેન્ડીથી કરોડો ઠગ્યા

Team News Updates

Junagadh:જૂનાગઢ પંથકમાં ચાર મિનિટમાં ભૂકંપના બે આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, તાલાળા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

Team News Updates