News Updates
JUNAGADH

ઘરેથી બાઇક લઇને વેફર લેવા નીકળેલો યુવક રોડ ક્રોસ કરે એ પહેલાં કાળને ભેટ્યો, જૂનાગઢના ધ્રુજાવી દેતા CCTV

Spread the love

જૂનાગઢમાંથી અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. શહેરના મધુરમ વિસ્તારમાં ઘરેથી વેફર લેવા નીકળેલા યુવાનને રસ્તામાં જ કાળ ભેટો થઇ ગયો છે. યુવક બાઇક લઇને રોડ ક્રોસ કરતાં અન્ય બાઇકની ટક્કરથી માત્ર પાંચ સેંકન્ડમાં મોતને ભેટ્યો છે.

માત્ર પાંચ જ સેંકન્ડમાં મોત
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારના એકતા નગરમાં રહેતો 35 વર્ષીય પંકજ મનસુખભાઈ જોશી સવારે 7:00 વાગ્યે ઘરેથી બાઇક લઇને વેફર લેવા નીકળ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરવા જતા સામેથી આવતા બાઇક સાથે બાઈક અથડાતા પંકજનું માત્ર પાંચ જ સેકન્ડમાં પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.

પરિવાર પર આભ ફાટ્યું
અકસ્માત થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પંકજને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. 35 વર્ષીય પંકજના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. આ અંગે મૃતકના પત્ની દીપ્તિબેન જોશીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવીમાં જોવા મળે છે કે, યુવક બાઇક લઇને રોડ ક્રોસ કરવા જાય છે. ત્યાં સીધા રોડ પરથી આવતું અન્ય બાઇક આ યુવકની બાઇક સાથે અથડાય છે. જેમાં બંને બાઇક ચાલકો નીચે પટકાય છે. પંકજ નામના યુવકનું માથુ રોડ પર પડતાં જ ઘટનાસ્થળે જ મોતને ભેટે છે. જ્યારે સામેથી આવતો યુવક પણ પડી જાય છે. જેના બાઇકની પેટ્રોલની ટાંકી ફાટી જતાં રોડ પર પેટ્રોલ ઢોળાઇ જાય છે. આ દરમિયાન આજુબાજુના લોકો એકઠા થાય છે અને યુવકને હોસ્પિટ ખસેડવાની કાર્યવાહી કરે છે.


Spread the love

Related posts

જૂનાગઢમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસરે બેંકની સામે જ રેલિંગમાં લટકી જઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ

Team News Updates

ચોરીની ઘટના પ્રવાસીઓ સાથે:5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી,સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો

Team News Updates

જુઓ FREE: “THE KERALA STORY” માતાઓ અને બહેનો માટે એકદમ ફ્રી…