News Updates
JUNAGADH

JUNAGADH:અગ્નિસંસ્કાર હવે પશુના પણ થશે!જૂનાગઢમાં ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત રાજ્યમાં સૌ પ્રથમ કરવામાં આવી,પશુઓના મૃતદેહનો નિકાલ કરાશે

Spread the love

પશુના મૃત્યુ સમયે તેના મૃતદેહને દફનાવી તેનો નિકાલ કરાતો હોય છે. પરંતુ, રાજ્યમાં હવે જૂનાગઢ મહાનગરપાલિકામાં મૃત પશુઓના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે રાજ્યની પ્રથમ ગેસ આધારિત ભઠ્ઠી જૂનાગઢમાં કાર્યરત કરવામાં આવી છે. આ ભઠ્ઠીમાં એક પશુના મૃતદેહનો નિકાલ કરતા બેથી ત્રણ કલાક લાગે છે અને ખર્ચ 3 હજાર આસપાસ થતો હોવાનું જાણવા મળ્યું છે.

આ રીતે પ્રાણીઓના મૃતદેહનો અગ્નિદાહથી નિકાલ કરનાર જૂનાગઢ મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે.અગાઉ શહેરના ઈવનગર ખાતે આવેલી ડમ્પીંગ યાર્ડ પાસે મૃત પ્રાણીઓનો નિકાલ કરવામાં આવતો હતો અને મૃત્યુ પામેલા પ્રાણીઓના મૃતદેહને જમ્પીંગ ફાઇટ નજીક ખાડો કરી તેમાં મીઠું નાખી દફનાવવામાં આવતા હતા. જેને લઇ ઘણી વખત ડમ્પીંગ સાઈટ આસપાસ રહેતા સ્થાનિક લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હતી. મૃત પ્રાણીઓની દુર્ગન્ધથી લોકો રોગચાળા થવાનો ભય પણ રહેતો હતો. તેમજ અગાઉ જે પ્રમાણે મૃત પ્રાણીઓના મૃતદેહનો નિકાલ કરાતો જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હતું. તો બીજી તરફ ઘણી વાર દફનાવેલ પ્રાણીઓના મૃતદેહને અન્ય પ્રાણીઓ બહાર કાઢી ખાતા હોવાનું પણ સામે આવ્યું હતું.જેને લઇ હાલ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટે આ ગેસ ભઠ્ઠી બનાવવામાં આવી છે.

પ્રાણીઓના મૃતદેહનાં નિકાલ માટેની બનાવવામાં આવેલી આ ગેસ ભઠ્ઠીની 3 વર્ષ માટે મેન્ટેનન્સની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં જૂનાગઢ શહેરમાં જે રીતે પ્રાણીઓના મૃત્યુ થાય છે તેને જોતાં બીજી ભઠ્ઠી પણ આ જ જગ્યાએ બનાવવામાં આવશે. ત્યારે હાલ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલી આ ગેસ ભઠ્ઠીથી બજરંગ દળ ,વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌ પ્રેમીઓ તેમજ પશુ પ્રેમીઓ મહાનગર પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત હિરેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ શહેરમાં પશુની સારવાર માટે દિવસ રાત તો મહેનત કરે છે.શહેરમાં જ્યારે કોઈ પશુ મૃત્યુ પામ્યું હોય ત્યારે પણ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કામગીરી કરતું હોય છે. અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પશુનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃત પશુઓના નિકાલ માટે એક ભઠ્ઠી બનાવવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત પ્રાણી મૃતદેહના નિકાલ માટે આ ભઠ્ઠી બનાવવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

જૂનાગઢ મનપાના ઈલેક્ટ્રીક ઈજનેર હાજાભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતની આઠ મહાનગરપાલિકામાંથી સૌપ્રથમ મૃત પ્રાણીઓના અગ્નિસંસ્કાર માટેની એક ભઠ્ઠી બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા મૃત પ્રાણીઓના નિકાલ માટેની આ ગેસ ભઠ્ઠીમાં દરરોજના સાથી આઠ પ્રાણીઓના મૃત્યુનો નિકાલ કરવામાં આવે છે.આ ગેસ ભઠ્ઠી લમાં એક મૃત પ્રાણીના મૃતદેહના નિકાલ માટે અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગે છે. અને અંદાજે 3,000 જેટલો મૃત પ્રાણીના મૃતદેહ ના નિકાલ માટેનો ખર્ચ થાય છે.જ્યારે આ ભઠ્ઠી કાર્યરત ન હતી ત્યારે મૃત પ્રાણીઓને ડમ્પિંગ સાઈટ ખાતે ખાડો કરી તેને દફનાવવામાં આવતા હતા. પરંતુ આ પ્રક્રિયાથી આસપાસના રહેતા ગ્રામજનોને દુર્ગંધ આવવાથી ઘણી મુશ્કેલી પડતી હતી. ક્યારે હાલ જુનાગઢ શહેરમાં મૃત્યુ પામતા પ્રાણીઓના મૃતદેહ ના નિકાલ માટે આ ગેસ ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે. આવનાર સમયમાં પ્રાણીઓના મૃત્યુમાં વધારો જોતા હજુ બીજી ભઠ્ઠી પણ કાર્યરત કરવામાં આવશે.


Spread the love

Related posts

સાવજ ડેરીનો મહત્વનો નિર્ણય:જૂનાગઢમાં ગરમીના કારણે દૂધના પેકિંગમાં ફરિયાદ જણાતા સાવજ ડેરીએ 2000 લીટર દૂધ પરત મંગાવ્યું, ચેરમેને કહ્યું- દૂધમાં કઈ પ્રોબલેમ નથી

Team News Updates

ઠગ કાળાં વસ્ત્રોમાં ‘માતાજી’ બની પ્રગટ થતો:મુસ્લિમ યુવકે કહ્યું- મારા પિતાને સાક્ષાત્ માતાજી આવે છે, 500 કરોડનો વરસાદ કરશે; ઢોંગીએ મોડસ ઓપરેન્ડીથી કરોડો ઠગ્યા

Team News Updates

ચોરીની ઘટના પ્રવાસીઓ સાથે:5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી,સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો

Team News Updates