News Updates
BUSINESS

શેર માર્કેટમાં કડાકો અમેરિકન કનેક્શનના કારણે Sensex ,1190 અને Nifty 360 પોઈન્ટ તૂટ્યો

Spread the love

જો આપણે સેન્સેક્સના 30 શેરના ચાર્ટ પર નજર કરીએ તો આમાંથી 29 શેર બજાર બંધ સમયે રેડ ઝોનમાં બંધ થયા હતા. ચાર્ટમાં એકમાત્ર સ્ટોક જે ગ્રીન ઝોનમાં પર બંધ થયો હતો તે એસબીઆઈનો શેર હતો, જેમાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

શેરબજારમાં ઉતાર-ચઢાવ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે એટલે કે 28 નવેમ્બરના રોજ સવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બપોર પછી, IT શેર્સમાં વેચવાલી શરૂ થઈ અને બજાર બંધ થતાં સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને આઈટી શેરોમાં વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા છે.

જો આપણે સેન્સેક્સના 30 શેરના ચાર્ટ પર નજર કરીએ તો આમાંથી 29 શેર બજાર બંધ સમયે રેડ ઝોનમાં બંધ થયા હતા. ચાર્ટમાં એકમાત્ર સ્ટોક જે ગ્રીન ઝોનમાં પર બંધ થયો હતો તે એસબીઆઈનો શેર હતો, જેમાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટીના 50 શેરના ચાર્ટ પર નજર કરીએ તો 4 કંપનીઓના શેર સિવાય 46 કંપનીઓના શેર લાલ ઝોનમાં બંધ થયા હતા. જે શેરોમાં નિફ્ટી 50માં વધારો જોવા મળ્યો હતો તેમાં ADANIENT, SHRIRAMFIN, SBI અને CIPLA હતા.

BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1.52 લાખ કરોડ ઘટીને રૂ. 442.96 લાખ કરોડે પહોંચ્યું હતું. IT શેરોમાં 4% જેટલો ઘટાડો થયો હતો કારણ કે યુએસ ફુગાવાના આંકડા દર્શાવે છે કે વ્યાજ દરમાં ઘટાડાની ગતિ અપેક્ષા કરતા ધીમી રહેશે. બીજી બાજુ, અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 9.3% જેટલો વધ્યા પછી જૂથે સ્પષ્ટ કર્યું કે ગયા અઠવાડિયે કરાયેલા આરોપમાં તેના મુખ્ય અધિકારીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.

અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસ અનુક્રમે 9% અને 9.3% વધીને સૌથી વધુ નફો મેળવનારા હતા. અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 8.3% વધીને રૂ. 1,072ની સપાટીએ પહોંચ્યો હતો. અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સના શેરમાં 5% સુધીનો વધારો થયો છે.


Spread the love

Related posts

BMWની સૌથી પાવરફુલ સ્પોર્ટ્સ બાઇક લોન્ચ:ડુકાટીની પેનિગેલ V4ને આપશે M 1000 RR ટક્કર, શરૂઆતની કિંમત 49 લાખ

Team News Updates

મારુતિ સુઝુકીની SUV Jimny લૉન્ચ:7 કલર, 19 કિમી માઇલેજ અને કિંમત 12.74 લાખ, મહિન્દ્રા થારને આપશે ટક્કર

Team News Updates

સ્કોડાએ કરી ભારતમાં ન્યુ સબ કોમ્પેક્ટ SUV લોન્ચ કરવાની તૈયારી:આવતા વર્ષે ભારતમાં લોન્ચ થશે, 2026 સુધીમાં કંપની 1 લાખ કાર વેચવા માંગે છે

Team News Updates