આ PLI સ્કીમના ટેન્ડરમાં બિડ મૂકનાર કંપનીઓની યાદીમાં ACME ક્લીનટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, અમરા રાજા એડવાન્સ્ડ સેલ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ, અન્વી પાવર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, જેએસડબલ્યુ નીઓ એનર્જી લિમિટેડ, લુકાસ ટીવીએસ લિમિટેડ, ઈન રિલાયન્સ લિમિટેડ અને રિલાયન્સ લિમિટેડ હતા.
એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવશે. આ માટે તેમને સરકાર તરફથી 3,620 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે. બુધવારે માહિતી આપતાં સરકારે કહ્યું કે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ACC બેટરી સ્ટોરેજ માટે રૂ. 3,620 કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ 10 GWh બેટરી મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
એડવાન્સ્ડ કેમિલી સેલ એટલે કે ACC મેન્યુફેક્ચરિંગની PLI સ્કીમ માટે જાહેર કરાયેલ વૈશ્વિક ટેન્ડર હેઠળ ભારે ઉદ્યોગ મંત્રાલયને સાત બિડ મળી હતી. જેમાં 10 ગીગાવોટ કલાકના ACC બેટરી સ્ટોરેજ યુનિટ માટે 3,620 કરોડ રૂપિયાનું મહત્તમ બજેટ રાખવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં બિડ મૂકનાર કંપનીઓની યાદીમાં ACME ક્લીનટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, અમરા રાજા એડવાન્સ્ડ સેલ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ, અન્વી પાવર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, JSW નીઓ એનર્જી લિમિટેડ, લુકાસ TVS લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એન્જીની લિમિટેડનો સમાવેશ થાય છે.
તમામ સાત બિડનું મૂલ્યાંકન કર્યા બાદ મંત્રાલયે નાણાકીય મૂલ્યાંકન માટે છ કંપનીઓની પસંદગી કરી હતી. મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ગુણવત્તા અને ખર્ચ આધારિત પસંદગી પ્રણાલી (QCBS) ના આધારે PLI યોજના હેઠળ 10 GWh ACC ક્ષમતા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પસંદગી કરવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે મહત્તમ કુલ સ્કોરનાં આધારે આ યુનિટની સ્થાપના માટે બિડર એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે મે 2021માં 18,100 કરોડ રૂપિયાના બજેટ સાથે 50 GWh ની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય સાથે PLI યોજના હેઠળ એડવાન્સ્ડ કેમિકલ સેલ (ACC) બેટરી સ્ટોરેજ પર નેશનલ પ્રોગ્રામની જાહેરાત કરી હતી.
બીજી તરફ બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો. BSE ડેટા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 10.20ના મામૂલી વધારા સાથે રૂ. 3029.80 પર બંધ થયો હતો. જો કે, કંપનીનો શેર પણ રૂ.3034ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે આજે સવારે કંપનીનો શેર નજીવા ઘટાડા સાથે રૂ.2995.90 પર બંધ થયો હતો. મંગળવારે કંપનીનો શેર 3019.60 રૂપિયા પર બંધ થયો હતો.