રોકાણકારોના ત્રણ વર્ષ જૂના જૂથમાં KKRએ પહેલાથી જ રૂ. 8.361 લાખ કરોડ ($100 બિલિયન)ના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર રૂ. 2,069.50 કરોડનું ફોલો-ઓન રોકાણ કર્યું છે. જે બાદ RRVL માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની ટોચની 4 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. અત્યાર સુધી કતારનું $1 બિલિયનનું રોકાણ ભંડોળ ઊભું કરવાના વર્તમાન રાઉન્ડમાં એકમાત્ર નવું રોકાણ છે.
કતાર પછી અન્ય ઓઈલ ગલ્ફ સોવરિન ફંડ, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), મુકેશ અંબાણીના વિશાળ રિટેલ વેપારમાં વધુ હિસ્સો ખરીદવા જઈ રહી છે. માહિતી અનુસાર ADIA રિલાયન્સ રિટેલમાં (Reliance Retail) $600 મિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે, જે ત્રણ વર્ષ પહેલાં પૂરા થયેલા રાઉન્ડના વેલ્યુએશન કરતાં ઘણું વધારે છે. ADIA પહેલેથી જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)માં રોકાણકાર છે. કંપનીએ ઓક્ટોબર 2020માં રૂ. 5,512.50 કરોડ ($751 મિલિયન)માં 1.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ત્યારે મુકેશ અંબાણીએ રિટેલ બિઝનેસમાં 10.09 ટકા હિસ્સો વેચાણ આપીને રૂપિયા 47,265 કરોડનું ભંડોળ એકત્ર કર્યુ હતુ. તે રાઉન્ડમાં સાઉદી PIF, મુબાદલા, સિંગાપોરની GIC, સિલ્વરલેક, TPG અને GAનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેટલા લોકોએ કર્યુ છે રોકાણ?
રોકાણકારોના ત્રણ વર્ષ જૂના જૂથમાં KKRએ પહેલાથી જ રૂ. 8.361 લાખ કરોડ ($100 બિલિયન)ના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર રૂ. 2,069.50 કરોડનું ફોલો-ઓન રોકાણ કર્યું છે. જે બાદ RRVL માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની ટોચની 4 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. કતારનું $1 બિલિયનનું રોકાણ ભંડોળ ઊભું કરવાના વર્તમાન રાઉન્ડમાં આ રોકાણ એકમાત્ર છે. વર્તમાન વેલ્યુએશન ત્રણ વર્ષ પહેલાંના છેલ્લા ફંડિંગ રાઉન્ડની સરખામણીમાં લગભગ 60 ટકા પ્રીમિયમ પર છે, જે નોંધપાત્ર રીતે ઓછું મૂલ્યાંકન માનવામાં આવે છે. એલાયન્સ બર્નસ્ટીનના વિશ્લેષકોએ મે મહિનામાં રિલાયન્સ રિટેલ માટે $131 બિલિયનના મૂલ્યાંકનની ભલામણ કરી હતી.
148 અબજ ડોલરની કંપની કેવી રીતે બનશે?
રસપ્રદ વાત એ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જુલાઈની શરૂઆતમાં RRVLનું વેલ્યુએશન $148 બિલિયન હોવાનો અંદાજ મૂક્યો હતો. કંપનીએ શેરધારકો અને કર્મચારી સ્ટોક ઓપ્શન હોલ્ડર્સને ખરીદવાનું નક્કી કર્યું હતું, જેમનો 0.09 ટકા હિસ્સો હતો. તમને જાણકારી આપી દઈએ કે RRVLનો રિલાયન્સ રિટેલ લિમિટેડમાં 99.91 ટકા હિસ્સો છે. તે બાકીના શેરને યુનિટ દીઠ રૂ. 1,362ના ભાવે બાયબેક કરવા માંગે છે, જે EY અને BDO દ્વારા આપવામાં આવેલા વેલ્યુએશન કરતાં 60 ટકા વધુ છે. આ પ્રીમિયમ સાથે રિલાયન્સ રિટેલ લિમિટેડનું મૂલ્ય 148 અબજ ડોલર સુધી પહોંચી જશે.
રિલાયન્સ વિશ્વની 12મી સૌથી મોટી રિટેલ કંપની
હાલમાં રિલાયન્સ રિટેલ વિશ્વની 12મી સૌથી મોટી રિટેલ કંપની છે, જે $100 બિલિયનનું મૂલ્યાંકન ધરાવે છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર એમેઝોન, એલવીએમએચ, વોલમાર્ટ, હોમ ડેપો અને અલીબાબા માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચના 5 સૌથી મોટા રિટેલર્સ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરમાં કોઈ આંકડા જાહેર કર્યા ન હોવા છતાં તેમણે તાજેતરની એજીએમ દરમિયાન શેરધારકોને કહ્યું હતું કે ઘણા મોટા રોકાણકારોએ રિલાયન્સ રિટેલમાં રસ દાખવ્યો છે. તાજેતરના મીડિયા અહેવાલો સૂચવે છે કે રિલાયન્સ $1.5થી $4 બિલિયનની વચ્ચે ભંડોળ એકત્ર કરવાનું વિચારી રહી છે, જેને ઘણા લોકો અંતિમ લિસ્ટિંગ પહેલા વેલ્યુએશન બેન્ચમાર્ક-સેટિંગ કવાયત તરીકે જોઈ રહ્યા છે.