ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ નશાકારક વસ્તુઓ મળી આવે છે. અમદાવાદમાંથી નશાના કારોબારીઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. હાઈબ્રીડ ગાંજાની ફોરેઈન સર્વિસની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પોસ્ટ ઓફિસ સર્વિસથી આ હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે.રમકડા, ચોકલેટ, વિટામીન પાઉડરના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી. શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. USA, કેનેડાથી આવેલા પાર્સલમાંથી 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાર્સલમાંથી 3.54 કિલો ઈમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.