News Updates
AHMEDABAD

અમદાવાદમાં વધુ 3 મિલકતની હરાજી:ઓઢવ રિંગ રોડ પર હોટલ તક્ષશિલા હાઉસની 3 મિલકતનો 62.31 લાખનો ટેક્સ બાકી, AMC હવે જાહેર હરાજી કરશે, અપસેટ પ્રાઈઝ કુલ રૂ. 34.50 કરોડ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સધારકો સામે કડક કાર્યવાહી છતાં ટેક્સ ભરવામાં આવતો નથી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે-તે મિલકતધારકની મિલકતની હરાજી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ રિંગ રોડ પર આવેલી 3 મિલકતનો પણ હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે. હોટલ તક્ષશિલા હાઉસની 3 મિલકતની 22 ઓગસ્ટના રોજ હરાજી કરાશે. ત્રણેય મિલકતનો કુલ રૂ. 62.31 લાખ ટેક્સ બાકી છે અને તેની કુલ અપસેટ વેલ્યુ 34.50 કરોડ થાય છે.

10 અને 11 ઓગસ્ટ બે દિવસ મિલકતો જોઈ શકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ 10 અને 11 ઓગસ્ટ એમ બે દિવસ સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી મિલકતો જોઈ શકાશે. ત્રણેય મિલકતોની 17 ઓગસ્ટે સાંજે ચાર વાગ્યા સુધી બીડ જમા કરાવવાની રહેશે. સાંજે 5 વાગ્યે બીડ ખુલશે અને 22 ઓગસ્ટના રોજ સવારે 11.30થી 2 વાગ્યા સુધી જાહેર હરાજી થશે. હરાજી ફોર્મ અને ફાઇનાન્સિલ બીડ AMCની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એક ઓગસ્ટ અને આઠ ઓગસ્ટ એમ બે દિવસ પશ્ચિમ ઝોનના સીજી રોડ અને એલિસબ્રિજ વિસ્તારની બે મિલકતની હરાજી પણ થવાની છે. જેની બીડ આજે 28 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે ખુલશે.

553 મિકલતધારકે ટેક્સ ભર્યો નથી
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, જે મિલકત ધારકની ટેક્સની રકમ બાકી હોય તેને અવારનવાર નોટીસો આપવાની તેમજ મિલકતમાં બોજો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. છતાં પણ ટેક્સધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી. જેને લઈ હવે મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કુલ 615 જેટલી મિલકતોની હરાજી કરવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે માટે વર્તમાનપત્રોમાં જાહેરાત સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી 65 જેટલા ટેક્સધારકો દ્વારા તેમનો બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેવામાં આવ્યો છે. કુલ 553 જેટલા ટેક્સધારકો દ્વારા હજી સુધી ટેક્સ ભરવામાં ન આવતા તેમની મિલકતોની હરાજી કરવામાં આવશે.

ટેક્સ ભરી જશે તો તેની મિલકતની હરાજી થશે નહીં
સૌપ્રથમ તબક્કામાં પશ્ચિમ ઝોનની પાંચ જેટલી મિલકતોને હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિલકતની અપસેટ પ્રાઈઝ સરકારી માન્યતા ધરાવતા પાસે નક્કી કરવામાં આવી છે. અપસેટ પ્રાઈઝ નક્કી કર્યા બાદ તેની હરાજી કરવા અંગેની જેની મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવામાં આવી છે. પાંચમાંથી ચાર મિલકતોની જાહેર હરાજી કરવાની તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ પણ મિલકતધારક પોતાનો ટેક્સ ભરી જશે તો તેની મિલકતની હરાજી થશે નહીં.

ઓગસ્ટ માસમાં પાંચ મિલકતોની હરાજીની SOP

  • જે સ્થળ પર હરાજી થતી હોય તે સ્થળ સિક્યોરિટી મારફતે કોર્ડન કરવામાં આવશે.
  • સ્થળ પર દબાણની ગાડી, ટેબલ, ખુરશી, ઓક્શન ઈન્સ્ટ્રુમેન્ટ, માઈકની વ્યવસ્થા કરવામાં આવશે.
  • સ્થળ પર ડે. એસેસર એન્ડ ટેક્સ કલેક્ટર, અધિકારીઓની કમિટી હાજરી આપશે.
  • હરાજી માટે સક્ષમ અધિકારી અથવા તેમના પ્રતિનિધિ દ્વારા સ્થળ પર હરાજી શરું થવાની જાહેરાત કરશે, તેમજ બીડરોના બીડ અંગે જાહેરાત કરશે.
  • કાયદેસર બીડરોના આઇ.ડી. પ્રુફ મેળવી હરાજીની ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં કાયદેસર બીડરોની સહી કરાવવાની રહેશે.
  • Successful બીડર સાથે કરાર કરી સહી મેળવી અને successful બીડરને લીગલ ખાતા મારફતે એપ્રુવ કરાવી Sale Certificate આપવામાં આવશે.
  • હરાજીની રકમ સ્થળ પર જ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવશે. પુરેપૂરો ટેક્સ ભરપાઈ થયા બાદ વધારાની રકમ મકાન માલિકને પરત કરવામાં આવશે.
  • જે કિસ્સામાં કોઈ પણ બીડર ન હોય તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનરવતી સક્ષમ અધિકારી ડે.એસેસર એન્ડ ટેક્સ ક્લેક્ટર દ્વારા રૂ.1ના ટોકનમાં મિલકત લેવાની રહેશે અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મિલકતનો કબ્જો એસ્ટેટ ખાતાને સોંપવામાં આવશે
  • હરાજીની રકમ સ્વીકારવાની કામગીરી પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કચેરી મારફતે મ્યુનિસિપલ કમિશનરની બહાલી અંગે મંજૂરી મેળવી ટેક્સના ટેનામેન્ટ નંબરમાં માલિકીના નામમાં તથા કબ્જેદારના નામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ દાખલ કરવામાં આવશે અને તેની જાણ જે-તે ઝોનનાં એસ્ટેટ ખાતાને કરવામાં આવશે.
  • એસ્ટેટ ખાતા દ્વારા મિલકતનો કબ્જો મેળવી આ મિલકતનો ઉમેરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતની યાદીમાં કરવામાં આવશે.

Spread the love

Related posts

ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન:જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે, સાબરમતીથી વિરમગામ સુધી 120ની સ્પીડે દોડાવી ટ્રાયલ રન કરાયું, 24મીએ PM લીલી ઝંડી આપશે

Team News Updates

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Team News Updates

અમદાવાદથી ઊડાન ભરનારી અનેક ફ્લાઈટ્સ ડીલે:ખરાબ હવામાનના કારણે જયપુર અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ, બેંગ્લોર, દુબઈ અને દિલ્હી સહિતની 23 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા

Team News Updates