News Updates
AHMEDABAD

 હેવાનિયતનો શિકાર બની ધો.10ની વિદ્યાર્થિની:તપાસમાં 4 મહિનાનો ગર્ભ નિકળ્યો,પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો,અમદાવાદમાં બે મિત્રએ દુષ્કર્મ આચર્યું

Spread the love

અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં 10માં ધોરણમાં ભણતી બાળકી સાથે બે યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરા પોતાની નજીકમાં રહેતા યુવક સાથે સંપર્કમાં આવી અને ત્યારબાદ તે યુવકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાત કોઈને નહીં કહેવા માટે બાળકીને ધમકાવવામાં આવી હતી. પરંતુ આ યુવકની હિંમત એટલી બધી વધી કે ત્યારબાદ તેના મિત્રને ત્યાં લઈ આવ્યો હતો અને તેના મિત્ર અને યુવકે અવારનવાર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું રહ્યું હતું. આ બધુ થયા બાદ સગીરા ડરી ગઈ હતી. ત્યારે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરા ચાર મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સોલા પોલીસે બાળકી સાથે સામુહિક દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ વાત અમદાવાદના સોલા વિસ્તારની છે. જ્યાં મધ્યમ વર્ગ પરિવાર પોતાના નાના મોટા કામ કરીને પોતાના દિવસો ટૂંકા કરી રહ્યા હતા. આ પરિવારમાં તેમની દીકરી નિશા (નામ બદલ્યું છે) ધોરણ 10માં ભણતી હતી. નિશાને ભણાવવા માટે તેનો પરિવાર દિવસ-રાત મહેનત કરતો હતો. પરંતુ એક દિવસ આ પરિવારના માથા પર આભ તૂટી પડ્યું. નિશા એના પરિવારને કહેતી હતી કે, તેને ખૂબ જ પેટમાં દુખાવો થઈ રહ્યો છે. એટલે પહેલા પરિવારે ઘરગથ્થુ ઉપચાર કરવાની વાત કરી. પછી નિશાને અસહ્ય પીડા થતા તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નિશાનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ડોક્ટર ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક તેના પરિવારને કોઈ વાત કરવી છે તેમ કહીને બોલાવ્યા હતા.

નિશાના પરિવારના સભ્યોને ડોક્ટરે મળવા બોલાવતા તેમને લાગ્યું કે, નિશાને કોઈ મોટી બીમારી હશે. પરંતુ ડોક્ટરે તેમને કહ્યું કે, નિશા 4 મહિનાની ગર્ભવતી છે. તેના ગર્ભમાં બાળક છે અને આ સાંભળતા તેના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની દીકરી સાથે શું થયું, કોણે આ કૃત્ય કર્યું તે જાણવાનો પરિવારે પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી અને નિશાની તેના પરિવાર અને અન્ય લોકો દ્વારા કાઉન્સિલિંગ કરવાની શરૂઆત થઈ હતી.

ત્યારબાદ જાણવા મળ્યું કે, તે એક યુવકના પરિચયમાં હતી જેણે સ્કૂલ પાસે આવીને બળજબરીપૂર્વક ગંદુ કૃત્ય કર્યું હતું અને આ અંગે કોઈને નહીં કહેવા ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ યુવક થોડા દિવસ બાદ તેના મિત્રને પણ લઈ આવ્યો હતો અને તેણે પણ નિશા સાથે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું હતું. દુષ્કર્મની ઘટના બન્યા બાદ નિશા ગર્ભવતી બની હતી. આ સમગ્ર મામલો પોલીસ સામે આવતા પોલીસે હાલ નિશાના પિતાની ફરિયાદના આધારે સામુહિક દુષ્કર્મ અને બાળકીને ગર્ભવતી બનાવવાના ગુના અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Spread the love

Related posts

770 લીટર દેશી દારુનો જથ્થો ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

Team News Updates

 માત્ર 2 કલાકમાં 5 ડિગ્રી વધી,અમદાવાદમાં સવારથી જ તાપમાનનો પારો ઊંચાઈ પર,સાંજે 5થી 6 વાગ્યે ગરમી ટોચ પર હશે ;ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ 

Team News Updates

 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે,સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

Team News Updates