News Updates
ENTERTAINMENT

 પુરૂષો જેટલું જ ઈનામ મળશે  મહિલાઓને T20 વર્લ્ડકપ જીતવા પર ,ઈનામની રકમ જાણો 

Spread the love

યુએઈમાં ત્રીજી ઓક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ICCએ મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપની ઈનામી રકમ પુરુષોના T20 વર્લ્ડ કપની બરાબર રાખી છે, આવું ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર જોવા મળશે.

ICCએ મહિલા T20 વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે કે જો મહિલાઓ T20 વર્લ્ડ કપ જીતશે તો તેમને પુરૂષોની જેમ જ પુરસ્કાર મળશે. ICC એ જાહેરાત કરી કે મહિલા T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને હવે 23 લાખ 40 હજાર યુએસ ડોલર એટલે કે 19 કરોડ 59 લાખ રૂપિયા મળશે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બનવા માટે આટલા રૂપિયા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.

મહિલા T20 વર્લ્ડ કપ ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશથી UAEમાં શિફ્ટ કરવામાં આવી છે. ICC એ જાહેરાત કરી કે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પ્રથમ ICC ટૂર્નામેન્ટ હશે, જેમાં મહિલાઓને પુરૂષો જેટલી જ ઈનામી રકમ મળશે, જે રમતના ઈતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હશે. છેલ્લા મહિલા T20 વર્લ્ડ કપની વિજેતાને 1 મિલિયન યુએસ ડોલર મળ્યા હતા.

પુરૂષો અને મહિલા T20 વર્લ્ડ કપ બંને માટે સમાન મેચ ફી રાખવાનો નિર્ણય જુલાઈ 2023 માં લેવામાં આવ્યો હતો. ICC એ તેની વાર્ષિક કોન્ફરન્સમાં 2030 ના અગાઉના નિર્ધારિત શેડ્યૂલ કરતા સાત વર્ષ પહેલા ઈનામની રકમ સમાન કરવાનો નિર્ણય લીધો હતો. આમ ક્રિકેટ એ પ્રથમ મોટી રમત બની છે જેમાં વિશ્વ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઈનામી રકમ હોય છે.

મહિલા T20 વર્લ્ડ કપની વિજેતા ટીમને 23 લાખ 70 હજાર ડોલર જ્યારે ઉપવિજેતા ટીમને 11 લાખ 70 હજાર ડોલરની ઈનામી રકમ મળશે. ગયા વર્ષે ઉપવિજેતા રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને પાંચ લાખ ડોલર મળ્યા હતા. આ રીતે તેમાં પણ 134 ટકાનો વધારો થયો છે.

મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હારનાર ટીમોને હવે $675,000 મળશે, જે 2023માં $210,000થી વધુ છે. આ રીતે, ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ $7,958,080 થશે, જે ગયા વર્ષની કુલ $24 લાખ 50 હજારની રકમ કરતાં 225 ટકા વધુ છે. મહિલા T20 વર્લ્ડ કપમાં, ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોને $31,154 મળશે, જ્યારે સેમીફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી છ ટીમોને તેમના અંતિમ સ્થાનના આધારે $13 લાખ 50 હજારની કુલ ઈનામી રકમ મળશે.


Spread the love

Related posts

રિઝર્વ ડે પર પણ વરસાદ વિલનના રોલમાં:એમ્પાયરે મેદાનનું નિરિક્ષણ કરવાનું શરૂ કર્યું, હાલ વરસાદ ઓછો થતા ટૂંક સમયમાં મેચ શરૂ થઈ શકે

Team News Updates

‘ડોન 3’માં કિયારા અડવાણીની એન્ટ્રી:રણવીર સિંહ ‘ડોન’નું પાત્ર ભજવશે, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

Team News Updates

IPL 2025 પહેલા મોટું અપડેટ રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની!

Team News Updates