News Updates
ENTERTAINMENT

અર્જુન તેંડુલકરે  189 રનથી જીત અપાવી અને ગોવાને ઇનિંગ્સ; કર્ણાટકમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે

Spread the love

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડોમેસ્ટિક મેચમાં 9 વિકેટ ઝડપી છે. કર્ણાટક ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં ગોવા તરફથી રમતા અર્જુને પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનની મદદથી ગોવાએ કર્ણાટક-11 સામે ઇનિંગ્સ અને 189 રનથી જીત મેળવી હતી.

રણજી ટ્રોફીની નવી સિઝનની શરૂઆત પહેલા અર્જુને પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. ડોમેસ્ટિક ક્રિકેટને ધ્યાનમાં રાખીને કર્ણાટકે આમંત્રિત ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.

કેપ્ટન થિમ્મપ્પિયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં કર્ણાટક-11 અને ગોવા વચ્ચે મેચ રમાઈ હતી. ગોવાએ તેની સંપૂર્ણ તાકાતની ટીમને મેદાનમાં ઉતારી, જ્યારે કર્ણાટક અંડર-19 અને અંડર-23 ખેલાડીઓને તક આપી. તેમાંથી નિકિન જોશ અને વિકેટકીપર શરથ શ્રીનિવાસ જ બે સિનિયર ખેલાડીઓ હતા.

અર્જુને 2 ઇનિંગ્સમાં 26.3 ઓવર નાંખી અને 87 રન આપીને 9 વિકેટ લીધી. પ્રથમ દાવમાં તેણે 13 ઓવર નાંખી અને માત્ર 41 રન આપ્યા અને 5 વિકેટ લીધી. જેના કારણે કર્ણાટક માત્ર 103 રન બનાવી શક્યું હતું. જવાબમાં ગોવાએ અભિનવ તેજરાનાની સદી અને મંથન ખુટકરની ફિફ્ટીના આધારે 413 રન બનાવ્યા હતા.

310 રનથી પાછળ પડ્યા બાદ કર્ણાટક-11 બીજા દાવમાં પણ કંઈ ખાસ કરી શકી ન હતી. ટીમ 30.4 ઓવરમાં 121 રન જ બનાવી શકી હતી. આ વખતે અર્જુને 13.3 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

અર્જુન તેંડુલકર 24 સપ્ટેમ્બરે 25 વર્ષનો થશે. તેણે મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, પરંતુ ઘણી તકો ન મળવાને કારણે તેણે ગોવા માટે રમવાનું શરૂ કર્યું. તેણે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 મેચ રમી છે.

સિનિયર લેવલ પર અર્જુને 49 મેચમાં 68 વિકેટ લીધી છે. તેના નામે 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21 વિકેટ છે. તેની શરૂઆતની કારકિર્દીમાં, અર્જુનને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાલીમ આપી હતી. તે ઓક્ટોબરમાં શરૂ થનારી રણજી ટ્રોફીમાં ગોવા તરફથી રમતા જોવા મળશે.


Spread the love

Related posts

ફિલ્મ ‘ક્રેક’નું બીજું ગીત ‘જીના હરામ’ રિલીઝ થયું:વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી રોમાન્સ કરતા જોવા મળ્યા, ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

Team News Updates

વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા બીચ પર વોલીબોલ રમી:રોહિત-વિરાટ બાર્બાડોસ પહોંચ્યા, 2 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા એક અઠવાડિયાનો પ્રેક્ટિસ કેમ્પ

Team News Updates

રાઘવ-પરિણીતી પહોંચ્યા ઉદયપુર, આજથી મહેમાનો આવશે:દિલ્હી અને કોલકાતાથી લાવવામાં આવેલાં સફેદ ફૂલોથી હોટેલને શણગારવામાં આવશે

Team News Updates