સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર અનાજ બંધ થઈ જતાં રૂબરૂ સર્વે કરી અને જરૂરિયાતમંદ લોકોના ફોર્મ ભરવેલ અને અગાઉ પણ અવાર નવાર રજૂઆતો કરેલ હોવા છ્તા પણ રાશન કાર્ડ ઉપર અનાજ બંધ હોવાથી ગીર સોમનાથ જિલ્લા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મિટિંગમાં ફરીથી તમામ જરૂરિયાતમંદ લોકોના ફોર્મ રજૂ કરવામાં આવેલ અને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ.
સામાન્ય લોકોને રાશન કાર્ડ ઉપર મળતું અનાજ બંધ થયું હોવાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ મત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોનો સર્વે કરી ફોર્મ ભરવેલ હતા અને અવાર નવાર રજૂઆતો અને ફોર્મ પણ રૂબરૂ આપેલ હતા, પરંતુ હાલ પણ જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર રાશન મળતું ન હોવાથી ગરીબ પરિવારોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવે અને રાશન કાર્ડ ઉપર અનાજ મળે તેવા હેતુથી ગીર સોમનાથ જિલ્લા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મિટિંગ દરમિયાન ફરીથી તમામ ફોર્મ રૂબરૂ મીટિંગ માં રજૂ કરેલ અને વહેલી તકે આવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કાર્ડ ઉપર રાશન આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)