News Updates
GUJARAT

ગુજરાતમાં ઠેર ઠેર ભેળસેળનો કારોબાર, દૂધમાંથી બનતી વસ્તુઓમાં થઇ બનાવટ

Spread the love

રૂપિયા લઇને ગ્રાહકોને બનાવટી ચીજવસ્તુઓ પધરાવાઇ રહી છે. ક્યાંક નકલી માવો, તો ક્યાંક નકલી ઘી, ક્યાંક ભેળસેળયુક્ત પનીર, તો ક્યાંક અખાદ્ય મલાઇનો વેપાર ચાલી રહ્યો છે. દૂધની બનાવટમાં સામે આવેલી મોટાપાયે ભેળસેળ ચોંકાવનારી છે. આવી ભેળસેળ આપની તબિયત બગાડી શકે છે.

દિવાળીનો તહેવાર આવી ગયો છે. ત્યારે તહેવારમાં ખાવા-પીવામાં જો જરાય બેદરકારી દાખવી તો આપનું બીમાર પડવુ નક્કી છે.જો કે આ બીમારી માટે તેમ નહીં, બજારમાં ફેલાયેલી ભેળસેળની ભરમાર જવાબદાર છે. બજારમાં આજકાલ બિલાડીની ટોપની જેમ ભેળસેળીયા ફૂટી નીકળ્યા છે. ઓછા રોકાણમાં વધુ કમાણીની લ્હાયમાં આ ભેળસેળીયા તત્વો સીધા આપના આરોગ્યને નિશાન બનાવી રહ્યા છે.

બજારમાં મોંઘીદાટ કિંમતે નકલી સામાન વેચાઇ રહ્યો છે. રૂપિયા લઇને ગ્રાહકોને બનાવટી ચીજવસ્તુઓ પધરાવાઇ રહી છે. ક્યાંક નકલી માવો, તો ક્યાંક નકલી ઘી, ક્યાંક ભેળસેળયુક્ત પનીર, તો ક્યાંક અખાદ્ય મલાઇનો વેપાર ચાલી રહ્યો છે. દૂધની બનાવટમાં સામે આવેલી મોટાપાયે ભેળસેળ ચોંકાવનારી છે. આવી ભેળસેળ આપની તબિયત બગાડી શકે છે. એટલે કે ખાવા-પીવામાં બેધ્યાન રહ્યા તો આપની તબિયત જ નહીં તહેવાર પણ બગડી જશે.

ખેડામાં ઝડપાયુ નકલી ઘી

ખેડા જિલ્લાના મહેમદાવાદના વરસોલા પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પામોલિન તેલ અને અન્ય પદાર્થો ભેળવીને ઘી બનાવતા હતા. આવું અખાદ્ય ઘી બાલાજી બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેચી દેતા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઘીનો જથ્થો સીઝ કર્યો છે.

રાજકોટમાં દૂધની બનાવટોમાં ભેળસેળ

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે છેલ્લા 3 મહિનામાં દૂધની બનાવટમાં ભેળસેળયુક્ત 11 હજાર કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં મીઠાઈ, મલાઈ, માવો, પનીર, ચીઝનો સમાવેશ થાય છે. એટલે કે દૂધમાંથી બનતી તમામ વસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે.

બનાસકાંઠામાં શંકાસ્પદ ઘી પકડાયું

બાતમીના આધારે આરોગ્ય વિભાગે બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં દરોડા પાડ્યા. ડીસામાં પદમનાથ ફૂડ પ્રોડક્ટમાંથી અઢી લાખની કિંમતનો 567 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. તો ખંડેલવાલ ડેરી પ્રોડકટમાંથી 25 કિલોની એક એવી 152 સ્વિટ્સની થેલીઓ મળી આવી હતી.

બજારોમાં અસલીના નામે રીતસર નકલીનો ખેલ ચાલી રહ્યો છે. આ ખેલ લોકોના ખિસ્સા ખાલી કરીને પોતાના ખિસ્સા ગરમ કરવાનો છે એટલે કે રૂપિયા કમાવવાની લ્હાયમાં હવે લેભાગુઓ કોઇ પણ હદે જઇ શકે છે અને આવા તત્વો તમારો જીવ પણ લઇ શકે છે.


Spread the love

Related posts

Mehsana:ઢીંચણસમાં પાણી ભરાયા અનેક વિસ્તારોમાં મહેસાણામાં વરસાદના કારણે ,મોઢેરા રોડ બેટમાં ફેરવાયો

Team News Updates

 22 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી,જામનગરમાં માસીના ઘરે રોકાવા માટે આવેલી

Team News Updates

બુલેટ ટ્રેન પહેલાં દિલ્હી-મુંબઈ વચ્ચે દોડશે 110 કિમીની ઝડપે ગુડ્ઝ ટ્રેન

Team News Updates