રાજકોટના ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં અચાનક આગ લાગ લાગવાની ઘટના બની છે. કોલકી ગામના ખેડૂત મરચાને વેચવા જઈ રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. ખેતરમાંથી મરચા ભરી અને માર્કેટ યાર્ડમાં વેચવા જતા સમયે આ બનાવ બન્યો હતો. જેમાં 4 લાખ રૂપિયાની કિંમતના મરચા બળીને રાખ થઈ ગયા છે.
રાજકોટમાં ફરી આગ લાગવાની ઘટના બની છે. રાજકોટના ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં અચાનક આગ લાગ લાગવાની ઘટના બની છે. કોલકી ગામના ખેડૂત મરચાને વેચવા જઈ રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. ખેતરમાંથી મરચા ભરી અને માર્કેટ યાર્ડમાં વેચવા જતા સમયે આ બનાવ બન્યો હતો. જેમાં 4 લાખ રૂપિયાની કિંમતના મરચા બળીને રાખ થઈ ગયા છે. મરચામાં આગ લાગવાના પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની આંખમાં બળતરા થવા લાગી છે. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
બીજી તરફ જામનગરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે.