News Updates
GUJARAT

ભડકે બળી પંચરની દુકાન :હિંમતનગરના વીરપુર પાસે ટાયર પંચરની દુકાનમાં આગ લાગી

Spread the love

હિંમતનગરથી ઇડર રોડ પર આવેલ વીરપુર બાયપાસ રોડ પર ગત રાત્રીના અચાનક ટાયર પંચરની દુકાનમાં આગ લાગી હતી. જેને લઈને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના વીરપુર પાસેના બાયપાસ રોડ પર મુન મુન હોટલ નજીક ટાયર પંચરનું દુકાન આવેલી છે. જેમાં બુધવારે રાત્રિના 2 વાગ્યાના સમયે અચાનક આગ લાગી હતી. જેને સ્થાનિકો દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરાઈ હતી. જેને લઈને ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે આવી હતી. આગ લાગવાને લઈને ટાયર સહિતનો સમાન સળગતા આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અડધો કલાકમાં પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું હતું.


Spread the love

Related posts

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates

વેરાવળમાં મંગળવારે મોડી રાત્રે 6 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું

Team News Updates

HIV સંક્રમણ દેશના આ રાજ્યોમાં અનેકગણું વધ્યું

Team News Updates