દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી શનિવાર તા. 14 ડિસેમ્બરના રોજ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં, અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી અને પ્રિ–લીટીગેશન કેસો મુકવામાં આવનાર છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વકીલો, સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, કલેક્ટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટ્યુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્વારા પેન્ડિંગ તથા પ્રિ – લીટીગેશન મળીને કુલ 2836થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઈ-ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. ઈ – ચલણ ન ભર્યા હોય તેવા કુલ 2107 વાહનચાલકો વિરૂદ્ધ ઈ- ચલણની પ્રિ – લીટીગેશન નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. જેથી આવા વાહનચાલકો જો કોર્ટની કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તાત્કાલિક ખંભાળિયા ખાતે આવેલ “નેત્રમ ” કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કે જિલ્લાની નજીકની ટ્રાફિક શાખા અથવા તા. 14 ડિસેમ્બરના રોજ આયોજિત નેશનલ લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે.
લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી પુરો કરાવવા જે તે વિસ્તારમાં આવેલી નજીકની કોર્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખામાં સંપર્ક કરવા વિકલ્પે ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં સલાયા રોડ ઉપર આવેલા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલયનો સંપર્ક કરવા અથવા કોઈ પણ કાનૂની સહાય મેળવવા નાલસા હેલ્પલાઇન નંબર 15100 પર સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા અપીલ કરવામાં આવી છે.