ગણેશ મહોત્સવમાં દરમિયાન આજે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોલીસ સ્ટેશનમાં PIની નિમણૂક કરી છે. 7 PIની નિમણૂક અને 6 PIની બદલી કરાઈ છે. 2 CPI બદલી સાથે પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાઇ છે.
આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ ગણેશ મહોત્સવમાં ચોથો દિવસ અને અંબાજી પગપાળાની શરૂઆત છે ત્યારે, જિલ્લાના PSIના પોલીસ સ્ટેશનમાં PIની નિમણૂક અને CPIને પોલીસ સ્ટેશન સાથે PIની બદલીઓ કરવામાં આવી છે. જેમાં બીજા જિલ્લામાંથી આવેલા 7 PIને પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઇ છે. તો હિંમતનગર અને ખેડબ્રહ્મા CPIને પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઈ છે. જ્યારે જિલ્લામાં 6 PIની બદલીઓ કરવામાં આવી છે.
બીજા જિલ્લામાંથી આવેલા સાત PIની ગાંભોઈ, ખેડબ્રહ્મા, પોશીના, ચિઠોડા, હિંમતનગર ગ્રામ્ય, હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, એસઓજીમાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે છ PIની તલોદ, વડાલી, હિંમતનગર સાયબર ક્રાઈમ, ખેરોજ, જાદર અને લિવ રિઝર્વમાં બદલીઓ કરવામાં આવી છે.
1.ગાંભોઈ પોલીસ સ્ટેશન – હસુમતીબેન જયંતીલાલ પટેલ 2.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન-ધરમશીભાઈ રામજીભાઈ પઢેરીયા 3.પોશીના પોલીસ સ્ટેશન – લખધીર જીલુભાઈ વાળા 4.હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન – શોભાબેન બાબુભાઈ ચૌધરી 5.ચિઠોડા પોલીસ સ્ટેશન – શૈલેષકુમાર મનસુખભાઈ લાસન 6.હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન – હરેશ રામભાઈ હેરભા 7.હિંમતનગર એસઓજી – ધવલ ચંદુભાઈ સાકરીયા 8.તલોદ પોલીસ સ્ટેશન – એ.એમ.ચૌધરી 9.વડાલી પોલીસ સ્ટેશન – પી.પી.વાઘેલા 10.હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન – એ.જી.રાઠોડ 11.ખેરોજ પોલીસ સ્ટેશન – ડી.એન.સાધુ 12.જાદર પોલીસ સ્ટેશન – આર.ડી.તરાલ 13 હિંમતનગર લીવ રિઝર્વ – બી.પી.ડોડીયા