News Updates
GUJARAT

નમો ડ્રોન દીદી યોજના માટે આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, જાણો કંપની વિશે

Spread the love

ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની ડ્રોન ડેસ્ટિનેશન લિમિટેડ વિશે સારા સમાચાર આવ્યા છે. કંપનીને કરોડોનો ઓર્ડર મળ્યો છે. ડ્રોન ડેસ્ટિનેશન્સ લિમિટેડ એ એરક્રાફ્ટ રેગ્યુલેટર DGCA દ્વારા મંજૂર કરાયેલ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (RPTO) છે. સરકારી યોજના માટે તેને મોટો ઓર્ડર મળ્યો છે.

ડ્રોન ડેસ્ટિનેશન્સ લિમિટેડને મોટો ઓર્ડર મળ્યો છે. Chambal Fertilisers and Chemicals Limited તરફ થી આ ઓર્ડર મળ્યો છે.

આ ઓર્ડરમાં 20 એગ્રીકલ્ચર સ્પ્રે ડ્રોન અને તેની એસેસરીઝ અને ટ્રેનિંગ માટેનો ઓર્ડર મળ્યો છે. 1,43,36,000 રૂપિયાનો ઓર્ડર આ યોજના માટે મળ્યો છે.

પીએમ નમો ડ્રોન દીદી યોજના માટે ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા નમો ડ્રોન દીદીઓને આ તાલીમ આપવામાં આવશે. જે તાલીમ માટે ડ્રોન ડેસ્ટિનેશન કંપનીને આ ઓર્ડર આપવામાં આવ્યો છે.

આ કંપનીના શેરની કિંમત 189 છે. મહત્વનું છે કે તેની માર્કેટ કેપની વાત કરવામાં આવે તો 460 કરોડની માર્કેટ કેપ છે. આ શેરનો 192 રૂપિયા ભાવ ઓલ ટાઈમ હાઇ છે.

ડ્રોન ડેસ્ટિનેશન્સ લિમિટેડ એ એરક્રાફ્ટ રેગ્યુલેટર DGCA દ્વારા મંજૂર કરાયેલ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (RPTO) છે અને સમગ્ર ભારતમાં બહુવિધ સ્થળોએ ડ્રોન પાઈલોટિનગની તાલીમનું આયોજન કરે છે. કંપની 2019 માં શરૂ કરવામાં આવી હતી અને 2021 માં 39.35 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી અને 2022 માં, કંપનીએ એટલી ઝડપથી વૃદ્ધિ કરી હતી કે તેની આવક 2022 માં 257.16 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ રૂ. 62 થી રૂ. 65 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યું હતું.


Spread the love

Related posts

90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી 43.5 વીઘા જમીન

Team News Updates

હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર

Team News Updates

Tyre Burst Reasone: વાહનોના ટાયર ફાટી રહ્યા છે ભારે ગરમીના કારણે

Team News Updates