News Updates
GUJARAT

કોમર્સ કોલેજ ગોધરા ખાતે એન્ટી રેગિંગ કાર્યક્રમ યોજાયો

Spread the love

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના સીડબ્લ્યુડીસી તથા એન એસ એસ ના સંયુક્ત ઉપક્રમે એન્ટી રેગિંગ નો કાર્યક્રમ યોજાઈ ગયો, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં જે જૂના વિદ્યાર્થીઓ એટલે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને રેગિંગ કરી એમને માનસિક યાતનાઓ, ઘણીવાર શારીરિક પીડાઓ પણ આપતા હોય છે… જેના કારણે વિદ્યાર્થી માનસિક રીતે પડી ભાગતો હોય છે અને ક્યારેક આપઘાત કરતા હોવાના પણ બનાવો બનવા પામતા હોય છે ,આ બાબતે યુજીસી બહુ સ્પષ્ટ અને કડક વલણ ધરાવે છે અને રેગિંગ સંબંધી કડક જોગવાઈઓ કરેલી છે ત્યારે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ની એન્ટિ રેગીંગ કમિટી દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને રેગિંગ એટલે શું અને એન્ટીરેગિંગ એટલે શું? તે સમજાવી વિદ્યાર્થીઓને જણાવેલ કે આ કોલેજની સ્થાપનાના 54 વર્ષ દરમિયાન ક્યારે પણ રેગિંગનો બનાવ બનેલો નથી તે માટે એન્ટીરાગિંગ કમિટી, કોલેજ નું સંચાલક મંડળ અને તમામ સમજુ વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાળો છે ત્યારે આવનારા સમયમાં પણ આપણે રેગિંગ અંગે જાગૃત રહી એક સારા વિદ્યાર્થી બનીએ તેવી શીખ આ કાર્યક્રમમાં અપાઈ હતી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રિંગિંગ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી તટ પર મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

Team News Updates

DAHOD:ગાંજાની ખેતી ઝડપાઈ ડ્રોનની મદદથી; દેવગઢ બારીયાના ગુણા ગામે,3 આરોપીઓની ધરપકડ

Team News Updates

Panchmahal:દુર્ઘટના બને તો જવાબદાર કોણ?મોતની મુસાફરી કરતા મુસાફરો,પંચમહાલમાં ખાનગી બસના ચાલકોએ પરપ્રાંતિય મજૂરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી

Team News Updates