News Updates
GUJARAT

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન, જામનગર સહિતના જિલ્લાઓમાં સ્માર્ટ ગ્રંથાલય વિકસાવાશે

Spread the love

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંબોધન કર્યુ હતુ. સંબોધનમાં અનેક મહત્તવનની બાબત જાણાવી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ રૂપિયા 15, 407.82 કરોડની રકમ 64.13 લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંબોધન કર્યુ હતુ. સંબોધનમાં અનેક મહત્તવનની બાબત જાણાવી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ રૂપિયા 15, 407.82 કરોડની રકમ 64.13 લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને બે નવી પાઈપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ યોજનાથી 15000 હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે.

વીજ મથકોથી 85.46 મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન

સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ વીજ મથકોથી 85.46 મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. ગુજરાતમાં વર્ષ 2021-22 માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 2283 યુનિટ હતો.જે વર્ષ 2022-2023માં 2402.49યુનિટમાં થયો છે.કોઈ પણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે.જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે. તાજેતરમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે આર.ઈ. પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન નીતિ-2023 જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે બે લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત થશે.વૈશ્વિક કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ જે નાણાકીય વર્ષ 2020-2021 માં રૂપિયા 3,402 કરોડ હતી. તે વર્ષ 2022-2023માં વધીને રૂપિયા 12,325 કરોડ અને નાણાકીય વર્ષ 2023-24માં ડિસેમ્બર 2023 સુધીમાં રૂપિયા 19, 317.19કરોડ થઈ છે.

મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા 1300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે.

વડોદરા, આણંદ, જામનગર, ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને ‘સ્માર્ટ ગ્રંથાલય’ તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગરના આધુનિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી ઘાસ ઉત્પાદનમાં અકલ્પનીય સિદ્ધિ મળી છે. છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં ૩.૫૩ ઘણી વૃદ્ધિ હાંસલ થઈ છે.


Spread the love

Related posts

Navratri 2024:શારદીય નવરાત્રીની પાછળની પૌરાણિક કથા શું છે,શરૂઆત કેવી રીતે થઈ? 

Team News Updates

શક્તિપીઠ પ્રવાસના ભાગ 5 માં કાલીઘાટ મંદિર:મંદિરમાં ષષ્ઠીથી દશમી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, માંસ અને માછલી પણ દેવીને અર્પણ કરવામાં આવશે.

Team News Updates

 GUJARAT:વલસાડ અને ડાંગમાં મોસમનો માર,કેરીના પાકને પારાવાર નુકસાન,રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ

Team News Updates