જામનગર મહાનગર પાલિકાની સ્ટે. કમિટીની બેઠક આજે મનીષ ટારીયાના અઘ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની દરખાસ્ત ચેર પરથી લેવામાં આવી હતી, જે મંજૂર કરાઇ હતી. તેમજ અનેક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યાં હતા.
જામનગરમાં અંધાશ્રમ પાસે વર્ષોથી બનેલા 1404 આવાસો જર્જરીત થઇ ગયા હોય, તેની જગ્યાએ ફરીથી નવા આવાસો સરકારના ગૃહનિર્માણની નીતિ મુજબ પીપીપી ધોરણે રી-ડેવલોપ કરી ઇએસડબલ્યુ-1 પ્રકારના આવાસો બનાવવામાં આવશે, તેમ આજે મળેલી સ્ટે. કમિટીમાં ચેર પરથી ઠરાવ કરીને સૈદ્ધાતિંક સ્વીકાર કરવામાં આવ્યો હતો. સ્ટે. કમિટીએ 7.80 કરોડના કામો મંજૂર કર્યા હતા. વોર્ડ નં. 7 માં મહાલક્ષ્મી બંગલાથી નાઘેડી બાયપાસ સુધી બોક્સ કેનાલ બનાવવા રૂ.4.71 કરોડનો ખર્ચ કરીને દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જ્યારે ખોડિયાર કોલોનીમાં સમુદ્ર સેલ્સ બિલ્ડીંગથી ચિત્રકુટ થઇ ફીયોનીકા મેઇન ચોકથી સરલાબેન ત્રિવેદી આવાસ સુધી અને આવાસથી 80 ફૂટ રોડ સુધી સ્ટ્રોમ વોટર લેન્ડ નાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. અને જામનગર મહાપાલિકાના ટેકસ અંગે ચાર્જીસના એમઓયુ કરવા એક સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપની બનાવાશે અને તેના દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં તમામ જરુરી સુવિધા પૂરી પાડવા કાર્યવાહી કરાશે. વોર્ડ નં.6 માં આરોગ્ય કેન્દ્ર સ્ટ્રેધનીંગનું કામ કરવા 7.24 લાખ, વોર્ડ નં. 8, 5 અને 16માં સ્ટ્રેધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજવર્કસ માટે 5 લાખ, રાજકોટ હાઇવે ઉપર ધુંવાવ હાઉસીંગ બોર્ડની આંતરિક શેરીમાં સીસી રોડ બનાવવા 47.65 લાખ, ગાંધીનગરમાં મ્યુ. સ્મશાન રોડ પાસે ત્રણ શેરીમાં પાઇપ બનાવવા 10 લાખ, જુદા જુદા સ્થળોએ હાઇમાસ્ટટાવર વીથ લાઇટીંગ માટે 13.28 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
શ્રાવણી મેળામાં લાઇટીંગ અને ડેકોરેશનમાં રૂ.7.03 લાખ તેમજ આજ મેળામાં પ્રદર્શન મેળામાં લાંબા ગાળામાં ઇન્સ્ટોલેશન કરવા રૂ.7.03 લાખ મંજૂર કરાયા હતા, જ્યારે શહેરના પાંચ સુએજ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા માટે વાર્ષિક કોન્ટ્રાક્ટરના રૂ.1.34 કરોડ અને દિજ્જામ સર્કલ પાસેના ઓવરબ્રીજની જગ્યામાં 3 વર્ષની લીઝ માટે પાર્કીંગ કરવા માટે ભાડે આપવા અને પ્રતિ વર્ષ 81 હજાર વસૂલવા નિર્ણય કરાયો હતો. એમ્બયુઝમેન્ટ પાર્કની શોપ નં. 7 ને પાંચ વર્ષ માટે દર વર્ષે રૂ.141777 પ્રતિવર્ષ નક્કી કરવામાં આવ્યું હતું.
રણમલ તળાવ, ખંભાળીયા ગેઇટ ક્લીનીંગ માટે રૂ.8.07 લાખ, જામનું ડેરુ માટે રૂ.2.40 લાખ અને પાબારી ઝોન વિસ્તારમાં પાણીની પાઇપલાઇન માટે. 8.07 લાખ, ગુલાબનગર ઝોનમાં પાઇપલાઇન નેટવર્ક માટે રૂ.2.14 લાખ, મહાપ્રભુજીની બેઠક માટે રૂ.2.50 લાખ, સમર્પણ ઝોન વિસ્તારમાં 2.04 લાખ, ગોકુલનગર વિસ્તારમાં રૂ.2.50 લાખ, રણજીતનગર ઝોન વિસ્તારમાં 3.05, જ્ઞાનગંગા વિસ્તારમાં 1.28 લાખ, શંકરટેકરી વિસ્તારમાં 1.29 લાખ, રવિ પાર્કઝોનમાં 66,283 , પવનચક્કી વિસ્તારમાં 1.20 લાખ, નવાગામ ઘેડમાં 3.41 લાખ, ઇએસઆર ઝોન વિસ્તારમાં 1.63 લાખ, મહાપ્રભુજીની બેઠક પાસે નવી આરસીસી અને વાલ્વ બદલવા 9.97 લાખ, વોટર વર્કસ શહેરમાં કામ કરવા 23.33 લાખ નક્કી કરાયા હતા.
આ ઉપરાંત સફાઈ કામદાર મનોરમાબેન દેવજીભાઈને કેન્સ્પરની બીમારી માટે 35 હજારની મર્યાદામાં, સફાઇ કામદાર ગોપાલભાઇ દેવજીભાઇને કેન્સરની બીમારીમાં 75 હજારની સહાય ચૂક્વવા નિર્ણય કરાયો હતો. ડ્રાઇવર કમ ટ્રીમીંગ મશીન ઓપરેટરની જગ્યા કોન્ટ્રાક્ટ બેઇઝથી ભરવા નિર્ણય કરાયો હતો, જ્યારે ઇલેક્ટ્રીક આઇટમો ખરીદવા રૂ.10 લાખ અને મહાપાલિકાના અને જીઆઇડીસી પ્લોટ હોલ્ડર્સ વચ્ચે એમઓયુ કરવા નિર્ણય કરાયો હતો. આ બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, મનપા કમિશ્નર ડી.એન. મોદી, ડીએમસી ભાવેશ જાની, કોમલ પટેલ સહિતના હાજર રહ્યા હતા.