News Updates
GUJARAT

અરવલ્લી LCB એ ગેરકાયદેસર હેરાફેરી કરાતો તમાકુનો વિશાળ જથ્થો ઝડપ્યો, ટેક્સ ચોરીનુ મોટુ રેકેટ હોવાની આશંકા

Spread the love

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. ટેક્સની ચોરી કરવા માટે થઈને ઈનવોઈસ બીલમાં છેડછાડ કરીને તેમજ ઈ-વે બીલ રાખ્યા વિના જ તમાકુની હેરફેર કરવામાં આવી રહી હતી. મોડાસા એલસીબીની ટીમે ટ્રક અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી. આ સાથે તમાકુ અને ગુટખા સહિતની ચીજોમાં મોટા પાયે ટેક્સ ચોરીનો રેકેટ ચાલતુ હોવાની આશંકા પણ આ ઘટના પરથી સેવાઈ રહી છે.

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. ટેક્સની ચોરી કરવા માટે થઈને ઈનવોઈસ બીલમાં છેડછાડ કરીને તેમજ ઈ-વે બીલ રાખ્યા વિના જ તમાકુની હેરફેર કરવામાં આવી રહી હતી. મોડાસા LCB ની ટીમે ટ્રક અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી. આ સાથે તમાકુ અને ગુટખા સહિતની ચીજોમાં મોટા પાયે ટેક્સ ચોરીનો રેકેટ ચાલતુ હોવાની આશંકા પણ આ ઘટના પરથી સેવાઈ રહી છે.

બીજી તરફ નેશનલ હાઈવે પર જીએસટીની ટીમો દ્વારા અવારનવાર વાહનો રોકીને કાર્યવાહી કરાતી હોવાનો દેખાડો કરે છે. આમ છતાં રાજ્યમાં આવી રીતે ઈ-વે બીલ વિનાના વાહનો મોટા પ્રમાણમાં ઘૂસી આવીને ટેક્સની ચોરી કરતા હોય છે. પરંતુ અરવલ્લી એલસીબીની ટીમને શંકાસ્પદ વાહન લાગતા તેની ચકાસણી કરતા તેમાંથી તમાકુનો જથ્થો મળી આવ્યો હતો.

બોર્ડર જિલ્લો હોવાને લઈ પોલીસ સતર્ક

સરહદી જિલ્લો હોવાને લઈ અરવલ્લી પોલીસ સતત સતર્ક રહે છે. અહીંથી પસાર થનારા મોટા ભાગના વાહનો પર પોલીસની નજર બાજ રહેતી હોય છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જે દરમિયાન મોટા પ્રમાણમાં દારુનો જથ્થો પણ પોલીસને મળી આવતો હોય છે. આવી જ રીતે એક શંકાસ્પદ ટ્રક કન્ટેનર નજરમાં આવતા એલસીબીની ટીમે તેને રોકીને મોડાસા રુલર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યુ હતુ.

કન્ટેનરના ચાલકને પોલીસે રોકીને પ્રાથમિક પૂછપરછ કરતા જ તેણે જવાબ વાળવામાં આડા અવળા જવાબ રજૂ કરતા જ પોલીસની શંકા વધારે મજબૂત બની હતી. જોકે અંતે કન્ટેનર ચાલકે અંદર તમાકુ ભરેલ હોઈ પોલીસને વધારે શંકા ગઈ હતી કે, નશીલો પદાર્થ હોવો જોઈએ. આમ પોલીસે કાગળો તપાસતા ઈ-વે બીલન નહી હોઈને અને જવાબ યોગ્ય સંતોષકારક નહીં મળતા કન્ટેનરને મોડાસા રુલર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યુ હતુ. જ્યાં ખોલતા તમાકુનો જથ્થો ગેરકાયેદસર રીતે ટેક્સ ચોરી કરીને લઈ જવાતો હાથ લાગ્યો હતો.

420 બોક્સમાં પેક હતો જથ્થો

અંતે પોલીસ પોલીસ મથકે લઈ જઈને કન્ટેનરની સંપૂર્ણ તલાશી હાથ ધરવામાં આવી હતી. તમામ બોક્સને તપાસતા અંદરથી તમાકુના બોક્સ મળી આવ્યા હતા. 420 નંગ બોક્સમાં તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. જેના ઈનવોઈસ બીલમાં પણ છેડછાડ કરેલી હોવાનુ પોલીસને જણાયુ હતુ. પોલીસે 5 લાખ 89 હજારનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.

મોડાસા એલસીબી ટીમના PI કેડી ગોહિલ અને PSI એસકે ચાવડાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા કરવેરા અધિકારીને પણ આ અંગે કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે.


Spread the love

Related posts

ગુજરાતમાં ઠેર ઠેર ભેળસેળનો કારોબાર, દૂધમાંથી બનતી વસ્તુઓમાં થઇ બનાવટ

Team News Updates

હણહણાટી ગુંજી રણમાં પાણીદાર અશ્વોની;ઝીંઝુવાડાના રાજેશ્વરી મંદિરે શસ્ત્ર પૂજન બાદ ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા રણમાં ભવ્ય અશ્વ દોડ યોજાઈ

Team News Updates

“શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી” ગોધરા અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા નેટ-સ્લેટના વર્ગોનો શુભારંભ…”

Team News Updates