અમાદાવાદના આંગણે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મહત્વની મેચ થવા જઈ રહી છે. પરંતુ વાત માત્ર ક્રિકેટની હરીફાઇની નથી, આપણે ગુજરાત અને પાતિસ્તાનની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો એક આખા દેશની સામે ભારતના એક રાજ્યની અર્થવ્યવસ્થા સારી છે. હા, અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાત અને પાકિસ્તાનની જીડીપી સમાન છે. બંનેના જીડીપીમાં ખાસ કરીને ડોલરમાં કોઈ ખાસ તફાવત નથી. જો આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો પાકિસ્તાન આ મામલે ગુજરાતથી ઘણું પાછળ છે.
વર્ષ 2023માં ભારત અને પાકિસ્તાન આજે ત્રીજી વખત મેદાને પડશે. અમાદાવાદના આંગણે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મહત્વની મેચ થવા જઈ રહી છે. પરંતુ વાત માત્ર ક્રિકેટની હરીફાઇની નથી, આપણે ગુજરાત અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો એક આખા દેશની સામે ભારતના એક રાજ્યની અર્થવ્યવસ્થા સારી છે. હા, અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાત અને પાકિસ્તાનની જીડીપી સમાન છે. બંનેના જીડીપીમાં ખાસ કરીને ડોલરમાં કોઈ ખાસ તફાવત નથી. જો આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો પાકિસ્તાન આ મામલે ગુજરાતથી ઘણું પાછળ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે ગુજરાતનો જીડીપી શું છે અને આર્થિક વૃદ્ધિ કેવી છે?
ગુજરાતની GDP અને આર્થિક વૃદ્ધિ
જો આપણે ગુજરાતના GDPની વાત કરીએ તો ચાલું નાણાકીય વર્ષમાં તે 321 અબજ ડોલર હોવાનો અંદાજ છે. જે પાકિસ્તાન કરતા નજીવી ઓછી છે. ખાસ વાત એ છે કે હાલમાં ગુજરાત અર્થતંત્રની દૃષ્ટિએ ત્રીજુ સૌથી મોટું રાજ્ય છે. જો આપણે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો તે ગત નાણાકીય વર્ષમાં 15 ટકાથી વધુ હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં 19 ટકાથી વધુ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતનો આર્થિક વિકાસ 13 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે. ગુજરાતની અર્થવ્યવસ્થા અને તેનો વિકાસ જોઈને પાકિસ્તાન પણ શરમ અનુભવશે.
SBIનો શું અંદાજ છે ?
જુલાઈના છેલ્લા સપ્તાહમાં દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેન્ક SBIના Ecowrap રિપોર્ટમાં ગુજરાતની આર્થિક વૃદ્ધિ અને GDPનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. SBIના Ecowrap રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે નાણાકીય વર્ષ 2028માં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન રૂપિયાની હશે ત્યારે તેમાં ગુજરાતનો હિસ્સો $386 બિલિયન હશે. રિપોર્ટ અનુસાર દેશના કુલ જીડીપીમાં ગુજરાતનું યોગદાન 7 ટકાથી વધુ રહેશે. તેમજ ગુજરાતની જીડીપી કોલંબિયાના જીડીપીની બરાબર થઈ જશે. Ecowrap રિપોર્ટ અનુસાર કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ગુજરાત કરતા આગળ રહેશે.