News Updates
BUSINESS

Defective ITR શું છે? નોટિસ મળે તો આ રીતે રિટર્નમાં થયેલી ભૂલ સુધારી લો

Spread the love

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઈન્કમટેક્સ રિટર્ન (Income Tax Return)ભરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ અન્યથા જો કોઈ ભૂલ થાય છે, તો તમારું ITR રિટર્ન પણ ખામીયુક્ત રિટર્ન (Defective ITR) તરીકે જાહેર થઈ શકે છે. જો આવકવેરા રીટર્ન ખામીયુક્ત બને છે

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ભરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ અન્યથા જો કોઈ ભૂલ થાય છે, તો તમારું ITR રિટર્ન પણ ખામીયુક્ત રિટર્ન (Defective ITR) તરીકે જાહેર થઈ શકે છે. જો આવકવેરા રીટર્ન ખામીયુક્ત બને છે, તો તમારા આવકવેરા વિભાગ તરફથી નોટિસ (Income Tax Notice) પણ આવી શકે છે. ભલે આવકવેરા વિભાગની નોટિસનું નામ સાંભળતા જ લોકોમાં ગભરાટ આવવા લાગે છે પરંતુ ખામીયુક્ત એટલેકે Defective ITR સુધારવું પણ ખૂબ જ સરળ છે.

Defective ITR શું છે?

Defective ITR એટલે કે તમારા ITRમાં ભૂલ છે. આ ભૂલ તમારા નામની સ્પેલિંગ પણ હોઈ શકે છે. એટલે કે, જો તમારા નામનો સ્પેલિંગ તમારા PAN કાર્ડના સ્પેલિંગ સાથે મેળ ખાતો નથી, તો પણ તમારું ITR જે Defective જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, તમને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(9) હેઠળ નોટિસ મળી શકે છે.

કયા કારણોસર ITR ખામીયુક્ત હોઈ શકે છે?

  1. જો PAN અને ITRમાં તમારા નામનો સ્પેલિંગ મેળ ખાતો નથી
  2. જો તમે ITR ફાઇલ કરતી વખતે ખોટો ચલણ નંબર દાખલ કર્યો હોય
  3. આગલા ખોટા આકારણી વર્ષ માટે એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવે તો પણ આવું થઈ શકે છે.
  4. કેટલીકવાર એમ્પ્લોયર દ્વારા ખોટા TDS રિટર્ન ફાઈલ કરવામાં આવે છે, જેના કારણે આવું થાય છે.
  5.  જો તમારા 26AS, AIA અથવા TIS ફોર્મમાં કોઈ ખોટી માહિતી છે, તો ITR ખામીયુક્ત હોઈ શકે છે.
  6. જો આવક અને TDS વચ્ચે મેળ ન હોય તો પણ તમારું ITR ખામીયુક્ત સાબિત થઈ શકે છે.
  7. જો ટેક્સ ઓડિટ જરૂરી છે પરંતુ તે થયું નથી તો ITR પણ ખામીયુક્ત હોઈ શકે છે.
  8. જો કોઈ વ્યક્તિએ તેની ટેક્સની રકમ કરતાં ઓછો ટેક્સ જમા કરાવ્યો હોય તો પણ તેના ITRને ખામીયુક્ત જાહેર કરતી નોટિસ મોકલી શકાય છે.

ભૂલ કેવી રીતે સુધારવી?

જો કોઈપણ આકારણી વર્ષમાં ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ પસાર થઈ નથી તો તમે Revised ITR ફાઇલ કરી શકો છો અથવા નવી ITR ફાઇલ કરી શકો છો. જો તમારી કુલ આવક અને કપાતમાં કોઈ ફેરફાર ન થયો હોય તો તમે નવેસરથી ITR ફાઇલ કરી શકો છો, નહીં તો તમારે સુધારેલી ITR ફાઇલ કરવી પડશે. ધ્યાનમાં રાખો કે આ વર્ષ (નાણાકીય વર્ષ 2022-23 અને મૂલ્યાંકન વર્ષ 2023-24) માટે સુધારેલ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 છે.જો આ છેલ્લી તારીખ પસાર થઈ જાય તો તમારે નોટિસનો જવાબ આપવો પડશે.


Spread the love

Related posts

ફેબ્રુઆરી-24માં દેશભરમાં​​​​​​​ ગાડીઓનું વેચાણ 20.29 લાખ:વાર્ષિક ધોરણે વેચાણમાં 13.07%નો વધારો થયો, પરંતુ જાન્યુઆરીની સરખામણીમાં 4.61% ઓછી ગાડીઓ વેચાઈ

Team News Updates

UPI:થશે ઇન્ડિયન UPI ની એન્ટ્રી  ટૂંક સમયમાં,દુનિયાભરમાં વાગશે ભારતનો ડંકો, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં

Team News Updates

ભારતમાં ₹13 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે ફોક્સકોન:કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે કંપની પ્લાનિંગ કરી રહી છે, દેશમાં બમણી નોકરીઓ આપશે

Team News Updates