News Updates
GUJARAT

ઘરમાંથી જ અપહરણ મધરાતે:ઉમરેઠ પંથકની 16 વર્ષીય કિશોરીનું,પોલીસે કિશોરીની શોધખોળ હાથ ધરી

Spread the love

ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરીનું રાત્રીના સમયે ઘરમાંથી જ અપહરણ થયું હોવા અંગેની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરી ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી-પરવારીને ઘરના એક ઓરડામાં પોતાના પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે સુઈ ગઈ હતી. જે બાદ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આ કિશોરીની માતા પાણી પીવા માટે જાગ્યાં હતાં. તે વખતે આ કિશોરી જે પથારીમાં ન હતી. જેથી ઘરના બધાં સભ્યો જાગી ગયાં હતાં અને આ કિશોરીની શોધખોળ હાથ ધરી હતી.

ઘણી શોધખોળ કરવાં છતાં આજદિન સુધી આ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કિશોરીનું અપહરણ થયેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું. જેથી કિશોરીની માતાએ આ અંગે ખંભોળજ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં વ્યક્તિ વિરૂદ્ધ બી.એન.એસ કલમ 137(2) મુજબનો ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

AI Features:હોમ સ્ક્રીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ, કૉલ રેકોર્ડિંગ અને કસ્ટમાઇઝ્ડ,સેટેલાઇટથી SMS મોકલી શકશો

Team News Updates

GUJARAT RAIN:અંબાલાલ પટેલની આગાહી,આ દિવસે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

Team News Updates

ખેડામાં પ્રથમ વાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી શાકભાજી, આંબાની ખેતી

Team News Updates