News Updates
RAJKOT

Rajkot:બે વર્ષ સુધી અનેક વખત જુદી જુદી હોટલમાં  દુષ્કર્મ આચર્યું: મારે મારી પત્ની સાથે ભડતું નથી, છૂટાછેડા લઈ લઈશ કહી કેટરર્સ સંચાલકે દિલ્હીની યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો

Spread the love

રાજકોટ શહેરમાં દિલ્હીની યુવતીને લગ્નની લાલચ આપી કેટરર્સ સંચાલક અમિત ભાલોડિયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મારે મારી પત્ની સાથે ભડતું નથી, છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેવી લાલચ આપી અમિતે બે વર્ષ સુધી જુદી જુદી હોટલોમાં લઇ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા યુવતી પાસે બળજબરીથી સમાધાન લખાણ પણ કરાવી લીધું હતું. હાલ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ અમિત સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના રજપુતપરામાં આરએમસી ચોક પાસે રહેતી અને મૂળ દિલ્હીના હોશિયારસિંગ માર્ગ સદર બજારની 31 વર્ષીય યુવતીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત ભગવાનજી ભાલોડિયા વિરુદ્ધ ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે, તેણીના અગાઉ લગ્ન બાદ છૂટાછેડા થઈ જતા વર્ષ 2020માં દિલ્હીથી રાજકોટ ખાતે આવી હતી. અહીં રાજકોટમાં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા રાજેશ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તે રાજેશ સાથે કેટરર્સનું કામ કરવા નોકરીએ લાગી હતી. એકાદ વર્ષ રાજેશ સાથે કામ કરતા સમયે કેટરર્સનું મોટું કામ કરતા અમિત ભાલોડિયાના સંપર્કમાં આવી હતી. અમિત ભાલોડિયા પણ કેટરર્સ સંચાલક હોવાથી તેની સાથે છૂટક કામ કર્યું હતું.

આ પછી રાજેશ સાથે કામ કરવાનું છોડી વર્ષ 2021ની શરૂઆતમાં તેણી કાયમી માટે અમિત સાથે કામ કરવા માટે ગઈ હતી. અમિત સાથે તેણીએ થોડો સમય કામ કર્યા બાદ બંનેની આંખ મળી હતી અને અમિત સાથે સંબંધો ઘાટા થતા બંને નજીક આવી ગયા હતા. પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દરમિયાન અમિતે એક દિવસ આ યુવતીને જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે હવે ભડતું નથી. છૂટાછેડા લઈ લેવા છે. છૂટાછેડા થશે પછી તારી સાથે લગ્ન કરી લઈશ.

આમ અમિતે તે યુવતી સાથે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. આ યુવતી પણ અમિતના પ્રેમમાં પોતાનું સર્વસ્વ અમિતને સોંપી દીધું હતું. અમિત આ યુવતીને જુદી જુદી હોટલોમાં લઈ જઈ શરીર સુખ માણતો હતો. બે વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ અમિતે આ યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને પછી યુવતીએ લગ્ન કરી લેવાની વાત કરતા અમિતે આનાકાની કરી હતી અને જુદા જુદા બહાના બનાવ્યા હતા. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા આ અંગે અમિત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા તૈયારી બતાવતા અને પોતે પોલીસ સમક્ષ જશે તેવું જણાવતા અમિતે બળજબરીથી નોટરી લખાણ કરાવી સમાધાન લખાણમાં બળજબરીથી યુવતીની સહી કરાવી હતી. હાલ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અમિત સામે આઇપીસી કલમ 376 (2)(એન) 506 (2) મુજબ ગુનો નોંધી આરોપી અમિત ભાલોડિયાની શોધખોળ હાથ ધરી છે.


Spread the love

Related posts

રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશન:બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટે, જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા, અન્ય સોની વેપારીઓમાં ફફડાટ

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખના ખર્ચે રમત-ગમતના સાધનો ખરીદ્યા, જૂના સાધનો ધૂળ ખાય રહ્યા છે, બાસ્કેટબોલના પોલ કાપી નાખ્યાં

Team News Updates

12 વર્ષની સાળી ઉપર જીજાએ નજર બગાડી,સાળાને જાણ થતા બનેવી સામે ફરિયાદ નોંધાવી, બીભત્સ માંગણીઓ કરી;બહેનનું લગ્નજીવન ટકાવવા સગીરાએ…!

Team News Updates