News Updates
RAJKOT

વરસ્યો વરસાદ ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં, 4.8 ઈંચ સૌથી વધુ રાજકોટના લોધિકામાં વરસ્યો

Spread the love

ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી વરસાદથી રાહત મળવાની શકયતાઓ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદી વાતાવરણ આગામી કેટલાક દિવસો સુધી યથાવત્ રહેશે.

ગુજરાતમાં નૈઋત્વના ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને 142 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં વરસાદી અસર ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે પવન અમે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં 3.9 ઈંચ વરસાદ, માળિયા હટિનામાં 3.5 સઈંચ વરસાદ, માણાવદરમાં પણ 3.3 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલીના કુંકવાડિયામાં 3 ઈંચ વરસાદ, 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે.

છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી વરસાદથી રાહત મળવાની શકયતાઓ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદી વાતાવરણ આગામી કેટલાક દિવસો સુધી યથાવત્ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં યલો એલર્ટ છે.


Spread the love

Related posts

RAJKOT:400થી વધુ લોકોને પોઈઝનિંગ,રાજકોટના ગોખલાણા ગામમાં

Team News Updates

રેલ વ્યવહાર પૂર્વવત થયો:રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનો શરૂ, કાલે કોઈમ્બતુર એકસપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

Team News Updates

વાલીઓ ઉપર ફીનું ભારણ વધશે!:રાજકોટ શહેર-જીલ્લાની 300થી વધુ ખાનગી શાળાઓએ FRC સમક્ષ 15-25% સુધીની ફી વધારાની માંગ કરી

Team News Updates