News Updates
INTERNATIONAL

7નાં મોત:લોકોને ઊંઘમાં ગોળી ધરબી દીધી,પીએમ શાહબાઝે કહ્યું- અમે આતંકવાદને ખતમ કરીશું,પાકિસ્તાનમાં આતંકી હુમલો

Spread the love

પાકિસ્તાનના ગ્વાદરમાં ગુરુવારે સવારે એક અજાણ્યા હુમલાખોરે 7 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, હુમલા સમયે મૃતકો સૂઈ રહ્યા હતા. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. મૃતકો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. તે ગ્વાદર પોર્ટ પાસે એક વાળંદની દુકાનમાં કામ કરતો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે આ ઘટનાને દેશના દુશ્મનોનું કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. શરીફ શરીફે કહ્યું છે કે, અમે આતંકવાદને નાબૂદ કરવા માટે મક્કમ છીએ.

ગ્વાદર સ્ટેશનના એસએચઓ મોહસીન અલીએ જણાવ્યું છે કે માર્યા ગયેલા 7 લોકોના મૃતદેહ અને ઘાયલોને ગ્વાદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ હુમલાની નિંદા કરી છે. બુગલીએ આ હુમલાને ખુલ્લો આતંકવાદ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં અને ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મદદ કરવામાં આવશે. બુગતીએ કહ્યું છે કે, “અમે આતંકવાદીઓ અને તેમના મદદગારોનો પીછો કરીશું. તેમને પકડવા માટે જે પણ જરૂર પડશે તેનો ઉપયોગ કરીશું.”

બીજી તરફ બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર ઝિયા ઉલ્લાહ લંગૌએ કહ્યું કે નિર્દોષ મજૂરોની હત્યા કાયરતાપૂર્ણ કૃત્ય છે. અમે આની સાથે કડક કાર્યવાહી કરીશું. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વહીવટી અધિકારીઓ જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે અને તે સ્થળ પર પહોંચી ગયા છે જ્યાં હુમલો થયો હતો. પ્રવક્તાએ કહ્યું કે પીડિતોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


આ ઘટનાના ત્રણ અઠવાડિયા પહેલા, બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા 11 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરો દ્વારા લોકોને બે અલગ-અલગ જગ્યાએ ગોળી મારવામાં આવી હતી. જેમાં 9 મૃતકો બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર હુમલો થયો હતો. અન્ય ઘટનાઓમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા.

આ ઉપરાંત, 20 માર્ચે, સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરી અને ગ્વાદર પોર્ટ ઓથોરિટી (GPA) કોલોનીમાં બંધક હુમલાને નિષ્ફળ બનાવ્યો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ચૂંટણી પંચની ઓફિસ અને અન્ય સરકારી ઓફિસોના કોમ્પ્લેક્સ હાઉસિંગમાં ગોળીબાર બાદ તેમણે અનેક વિસ્ફોટો સાંભળ્યા હતા.


Spread the love

Related posts

5 લાખ લોકો રસ્તા પર ઉતર્યા બંધકોની મુક્તિ માટે:ગાઝા હુમલા બાદ ઈઝરાયલમાં સૌથી મોટું પ્રદર્શન,નેતન્યાહુથી નારાજ થયા રક્ષા મંત્રી

Team News Updates

ગ્રીસમાં ભારતીયોએ મોદીનું કર્યું સ્વાગત:બ્રહ્મોસ મિસાઈલ અંગે ડીલ થઈ શકે છે; ઈન્દિરા બાદ અહીંની મુલાકાત લેનારા મોદી પહેલા PM

Team News Updates

US અને બ્રિટને 6 દેશના સમર્થન સાથે યમન પર હુમલો કર્યો, હુતિ બળવાખોરનાં 36 ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યાં

Team News Updates